GSTV

મોદી કૃષિ કાયદા બાદ હવે આ કાયદો પણ રદ કરવાના મૂડમાં, સંસદમાં પાસ પણ ડરને કારણે નથી કર્યો અમલ

મોદી

Last Updated on November 25, 2021 by Bansari

કૃષિ કાયદા રદ કર્યા પછી મોદી સરકાર હવે નવા શ્રમ કાયદાને પણ રદ કરવા વિચારી રહી છે. મોદી સરકારે આ કાયદા સંસદમાં પસાર કરી દીધા છે પણ તેનો અમલ કરવા મુદ્દે અવઢવ છે. આ કારણે મોદી સરકારે પહેલાં ચાર વાર નવા શ્રમ કાયદાનો અમલ કરવાની જાહેરાત કર્યા અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

મોદી

મોદી સરકાર ચાર વાર કરી ચૂકી છે પીછેહઠ

કામદાર યુનિયનોના વિરોધને કારણે મોદી સરકાર ચાર વાર પીછેહઠ કરી ચૂકી છે. હવે કાયમ માટે આ કાયદાને અભરાઈ પર ચઢાવી દેવાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. મોદી સરકારે ૨૦૧૯ અને ૨૦૨૦માં આ કાયદા પસાર કર્યા હતા. આ કાયદામાં કોઈ પણ કર્મચારીને બરતરફ કરવાની અમર્યાદિત સત્તાઓ કંપનીઓને અપાઈ હોવાનો દાવો કરીને ૧૦ ટોચનાં યુનિયન તેની વિરૂધ્ધ છે. ભાજપની પિતૃ સંસ્થા મનાતી સંઘનું કામદાર સંગઠન પણ વિરોધમાં છે.

મોદી

ભાજપનાં સૂત્રોના મતે, યુપી સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મોદી કોઈ ચાન્સ લેવા નથી માંગતા. આ કારણે લોકો વિરૂધ્ધ હોય એવા તમામ મુદ્દા બાજુ પર મૂકી દેવાશે.

Read Also

Related posts

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!