GSTV
Home » News » પ્રથમ વખત નફો કર્યા બાદ ફરી એક વખત Reliance Jio માર્કેટમાં ધમાકો કરવા માટે તૈયાર

પ્રથમ વખત નફો કર્યા બાદ ફરી એક વખત Reliance Jio માર્કેટમાં ધમાકો કરવા માટે તૈયાર

ટૅલિકૉમ સેક્ટરમાં જોરદાર એન્ટ્રીની સાથે હલચલ મચાવી અને હવે પ્રથમ વખત નફો કર્યા બાદ રિલાયન્સ જિયો એક અન્ય મોટી ધમાલ કરવાની તૈયારીમાં છે.

રિટેલ કંપનીઓ જ્યાં એક અને મિડલ ક્લાસને ટાર્ગેટ કરવાનું કામ કરી રહી છે, ત્યાં જિયોએ તેનાથી લોઅર મિડલ ક્લાસને ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિ તૈયારી કરવાની શરૂ કરી દીધી છે.

ઍમેઝોન અને ફ્લિપકાર્ટ તરફથી ઈ-કૉમર્સ માર્કેટમાં જોરદાર રોકાણ કરવામાં આવી રહ્યું છે ત્યાં મુકેશ અંબાણીનો ટાર્ગેટ ગલી-નુક્કડ પર હાજર કરિયાણા સ્ટોર્સની દુકાનો છે.

રિલાયન્સ જિયોએ પોતાના સબસ્ક્રાઈબર્સને ડિજિટલ કૂપન ઓફર કરવાનો પ્લાન બનાવ્યો છે. જેના દ્વારા તેઓ કરિયાણા સ્ટોર્સથી ડિસ્કાઉન્ટેડ રેટ પર સામાન ખરીદી કરી શકશે. જિયો તરફથી મળેલા ડિસ્કાઉન્ટ પર પોતાના પૈસા ખર્ચ નહીં કરવા પડે. મૅન્યુફેક્ચરર્સ અને કરિયાણાની દુકાનોની વચ્ચે જિયો મધ્યસ્થીની ભૂમિકામાં હશે. જેનાથી મૅન્યુફૅક્ચરિંગ બ્રૅન્ડ્સને મફતમાં પબ્લિસિટી મળશે, જ્યારે કરિયાણા સ્ટોર્સના ગ્રાહકોમાં વધારો થશે. આ ઉપરાંત જિયોને પણ પોતાના ગ્રાહકોને જાળવી રાખવામાં મદદ મળશે.

આ વર્ષે સ્કીમ સંપૂર્ણ રીતે લૉન્ચ કરતા પહેલાં કંપની કેટલાંક શહેરમાં તેને પાયલટ પ્રોજેક્ટ પર ચલાવી રહી છે. બ્રૅન્ડ્સ અને કરિયાણા સ્ટોર્સને લિંક કરવાનો જિયોનો આપ્લાન બજારમાં જંગલની આગની જેમ ફેલાઈ શકે છે. એમ પણ કહી શકાય કે આ પ્લાન ટૅલિકૉમ સેક્ટરથી લઈને રિટેલ માર્કેટ સુધી તહલકો મચાવી શકે છે.

આ અગાઉ સપ્ટેમ્બર 2016માં રિલાયન્સ જિયોએ 26 અબજ ડોલરના ટૅલિકૉમ માર્કેટમાં એન્ટ્રી કરી ધૂમ મચાવી દીધી હતી. ત્યારથી જ રિલાયન્સ જિઓને સતત નુકસાન થઈ રહ્યું હતું પરંતુ ડિસેમ્બરમાં પૂર્ણ થયેલા ક્વાર્ટરમાં કંપનીએ પ્રથમ વખત નફો કર્યો છે. જિયોને 504 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ થયો છે. જ્યારે ઍરટેલ સહિત તમામ દિગ્ગજ ટૅલિકૉમ કંપનીઓ પોતાની પ્રતિસ્પર્ધાને કારણે નુકસાન ભોગવી રહી છે.

Related posts

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!