GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

આઈએએસ

રથયાત્રા બાદ સચિવાલયમાં, જિલ્લા કલેક્ટરોના સ્તરે તથા પોલીસ વિભાગમાં વ્યાપક બદલીઓની શક્યતા જણાઈ રહી છે. ચૂંટણી આચાર સંહિતાને આડે હવે માત્ર સાડા ત્રણ મહિના બાકી છે, ત્યારે ત્રણ વર્ષથી વધુ ટર્મ ધરાવતા આઈએએસ અધિકારીઓ અને કલેક્ટરોને ચૂંટણી પંચના નિયમ મુજબ બદલવા જરૃરી છે. સાથોસાથ ૧૪ અધિકારીઓ આઇએએસ તરીકે નોમિનેટ થઈને કલેક્ટર કે ડીડીઓનાં પદે નિયુક્તિની રાહ જોઈ રહ્યાં છે. આ ૧૪ અધિકારીઓના ઓર્ડર કરવા સત્વરે જરૃરી છે ત્યારે સચિવાલયના કેટલાક અધિકારીઓ હવે ફિલ્ડમાં આવશે.

આઈએએસ

સાથો સાથ હોમ ડિપાર્ટમેન્ટનો ચાર્જ ધરાવતા રાજકુમાર પાસે રાજીવ ગુપ્તાની નિવૃત્તિને કારણે ઇન્ડસ્ટ્રીઝ અને માઈન્સ વિભાગનો એડિશનલ ચાર્જ છે. ગુજરાત સરકાર ૨૦૨૩ જાન્યુઆરીમાં વાયબ્રન્ટ કરવાનું વિચારી રહી છે ત્યારે મોટેભાગના અધિકારીઓની વધારાના ચાર્જમાંથી મુક્તિ અપાવવાનું અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી કક્ષાના અધિકારીને ગોઠવવાનું ઠરાવાયું છે. તો બીજી તરફ પ્રોબેશનર અધિકારીઓને પ્રાંત અધિકારી તરીકે ચૂંટણીની જવાબદારી માટે સજ્જ કરવામાં આવશે.

ટૂંકમાં, ૧૪ કલેક્ટર ત્રણ વર્ષની ટર્મ પૂરી થતાં બદલી પાત્ર છે અને સાથોસાથ ભાજપના કેટલાક નેતાઓની અને મંત્રીઓની ભલામણોને કારણે કેટલાક કલેક્ટરની બદલી થવાની છે. બીજી તરફ રથયાત્રા બાદ ત્રણ શહેરના પોલીસ કમિશનર ઉપરાંત એડિશનલ ડીજીપી, નવ જેટલા ડીઆઈજી અને રેન્જ આઈજીપીની બદલી-બઢતી પણ પેન્ડિંગ છે. સૂત્રો કહે છે કે, તાજેતરમાં દિલ્હી મુલાકાત દરમિયાન આ બદલીઓ અંગે દિલ્હી દરબારમાંથી માર્ગદર્શન પ્રાપ્ત થઈ ચૂક્યું છે અને હવે ટૂંક સમયમાં બદલીઓનો મોટો દોર આવશે એ નિશ્ચિત છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

કાળો કેર/ ગુજરાતમાં 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત, 24 કલાકમાં 110 પશુઓનો ઘાતક વાયરસે લીધો ભોગ

Bansari Gohel

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 200 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari Gohel
GSTV