GSTV
Home » News » રાજ ઠાકરે સક્રિય થતાં ઉદ્ધવનો હિન્દુત્વ બચાવવા મરણિયો પ્રયાસ, શરદ પવારને પણ કરશે નારાજ

રાજ ઠાકરે સક્રિય થતાં ઉદ્ધવનો હિન્દુત્વ બચાવવા મરણિયો પ્રયાસ, શરદ પવારને પણ કરશે નારાજ

રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાર્ટી ફ્લેગ અને નારામાં બદલાવ સાથે હિન્દુત્વનો રાગ આલાપ્યો છે. ત્યારે હવે શિવેસનાએ પણ પોતાની  હિન્દુત્વવાળી છબી યથાવત રાખવાનો પ્રયાસ શરૂ કર્યો છે. અને સીએમ ઉદ્ધવ ઠાકરે સરકાર રચાયાના 100 દિવસ પૂર્ણ થવા પર અયોધ્યામાં રામલલાના દર્શને જવાનો નિર્ણય કર્યો છે.

મનસેએ પોતાના પાર્ટી ફ્લેગમાં રહેલા પાંચ રંગો હટાવીને માત્ર કેસરીયો રંગ રાખ્યો છે. અને જય ભવાની જય શિવાજીનો નારો પણ આપ્યો છે. તેવામાં શિવસેના પણ પોતાની હિન્દુત્વની છબી જાળવી રાખવા સતર્ક બની છે. શિવસેના સાંસદ સંજય રાઉતે એક ટ્વિટ કરતા ભગવાન રામની કૃપાથી મહારાષ્ટ્ર સરકાર જોરદાર રીતે કામ કરે છે.

અને સરકારના 100 દિવસના પૂર્ણ થતા ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જશે તેનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર રચતા ઉદ્ધવ ઠાકરે  હિન્દુત્વના મુદ્દે થોડા નરમ પડ્યા હતા.24 નવેમ્બર 2019ના દિવસે જ ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જવાના હતા. પરંતુ શરદ પવારના કહ્યા બાદ તેઓએ પ્રવાસ રદ કરી દીધો હતો.

READ ALSO

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

દિલ્હીના મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત

Ankita Trada

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા તાજ મહેલને જોઈ થઈ ખુશ ખુશાલ, પતિ સાથે પડાવી તસવીરો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!