GSTV
Home » News » જો રાહુલ રાજીનામું આપે તો આ બેમાંથી કોઈ એક વ્યક્તિઓ બની શકે છે કોંગ્રેસના નવા અધ્યક્ષ

જો રાહુલ રાજીનામું આપે તો આ બેમાંથી કોઈ એક વ્યક્તિઓ બની શકે છે કોંગ્રેસના નવા અધ્યક્ષ

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પર રાજીનામું આપ્યું હતું. પરંતુ કોંગ્રેસ કમિટીએ તેમના રાજીનામાનો અસ્વીકાર કર્યો હતો. પરંતુ રાહુલ ગાંધી અધ્યક્ષપદ સંભાળવા માંગતા ન હોવાથી હવે રાહુલ ગાંધીની જીદ બાદ કોંગ્રેસ અધ્યક્ષની શોધ જાર શોરથી ચાલી છે.

કોંગ્રેસના આગામી અધ્યક્ષ કોણ બનશે તેની ચર્ચાએ અત્યારે જોર પકડ્‌યું છે, જ્યોતિરાદિત્ય સિંધિયા કે વેણુગોપાલનું નામ મોખરે છે. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અસલમ શેરખાને પણ રાહુલ ગાંધીના કાર્યાલયમાં પત્ર લખી તેમની ઇચ્છા જણાવી છે. ઉપરાંત રાહુલ ગાંધી  નથી ઇચ્છતા કે આ પદ માટે પ્રિયંકા ગાંધીનું નામ પણ લેવામાં આવે. અધ્યક્ષ પદ કોઇ નહેરૂ-ગાંધી પરિવાર સિવાયની વ્યક્તિ સંભાળે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધી પણ આમ જ ઇચ્છે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીમાં ઘણા સુધારા કર્યા છે. એનએસયૂઆઈ અને યુવક કોંગ્રેસમાં ઘણી પારદર્શિતા લાવ્યા છે. ચૂંટણી પ્રક્રિયાને પણ પારદર્શી બનાવી છે. અત્યારે પાર્ટીને તેમની જરૂર છે. પાર્ટીમાં અત્યારે કેસી વેણુગોપાલ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના નામ પર સૌથી વધુ ચર્ચા ચાલી રહી છે. બંને રાહુલની સૌથી નજીક ગણાય છે.

જો પરિસ્થિતિ આમ જ રહેશે તો, આગામી બે મહિનામાં પાર્ટીને નવા અધ્યક્ષ મળી શકે છે. યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીનું સ્વાસ્થ્ય સારું નથી, માટે તેઓ આ જવાબદારી નિભાવવા ઇચ્છતાં નથી. રાહુલ અને સોનિયા બંને ઇચ્છે છે કે, પક્ષની કોઇ એવી વ્યક્તિ અધ્યક્ષ બને, જે નહેરૂ-ગાંધી પરિવારની ન હોય. જેના દ્વારા સોનિયા અને રાહુલ એવો સંદેશો આપવા ઇચ્છે છે કે, તેઓ કોંગ્રેસ પાર્ટી અને દેશ હિત માટે કઈં પણ છોડી શકે છે.

sonia gandhi congress

આ પહેલાં વર્ષ ૨૦૦૪માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદની દાવેદારીમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. સોનિયા ગાંધી પહેલાં કોંગ્રેસના અધ્યક્ષ સીતારામ કેસરી હતા. કેસરી પહેલાં આ પદ પીવી નરસિંહા રાવ પાસે હતું. નરસિંહા રાવને આ પદ રાજીવ ગાંધી બાદ મળ્યું હતું. ૧૯૪૭માં દેશ આઝાદ થયો બાદ લગભગ ૧૮ નહેરૂ-ગાંધી પરિવાર સિવાયની વ્યક્તિઓ અધ્યક્ષ બન્યા છે.

READ ALSO

Related posts

સોનભદ્ર હત્યાકાંડ પર દીદી બોલ્યા- ભાજપ બંગાળમાં આવી શકે, અમને યુપીમાં ન જવા દીધા

Riyaz Parmar

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!