GSTV

પ્રેગનન્સી દરમિયાન સાનિયા મિર્ઝાને કઈ વાતનો હતો ડર હતો?

Last Updated on November 26, 2020 by pratik shah

ભારતીય મહિલા ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાએ કહ્યું કે તેને એવો ડર હતો કે તે ગર્ભાવસ્થા બાદ ટેનિસ કોર્ટમાં પાછી ફરી શકશે નહીં. ગર્ભાવસ્થા દરમિયાન તેનું વજન વધી ગયું હતું, જેના પછી તેને લાગ્યું કે હવે તે આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટમાં રમી શકશે નહીં.

સાનિયા મિર્ઝા

પાકિસ્તાની ક્રિકેટર સાથે કર્યા લગ્ન

2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા બાદ સાનિયાએ ઓક્ટોબર 2018માં તેના પહેલા બાળક ઇઝહાનને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તે જાન્યુઆરી 2020માં ટેનિસ કોર્ટમાં પાછી ફરી હતી. પુનરાગમન બાદ તેણે વિમેન્સ ડબલ્સમાં તેની પ્રથમ ટેનિસ ટુર્નામેન્ટ ડબ્લ્યુટીએ હોબાર્ટ ઇન્ટરનેશનલ 2020માં ભાગ લીધો હતો.

તમામ માતાઓ માટે એક પત્ર લખ્યો

સાનિયા મિર્ઝાએ અમેરિકન દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સની ‘બીઇંગ સેરેના’ જોયા બાદ તમામ માતાઓ માટે એક પત્ર લખ્યો છે. સાનિયાએ તેના પત્રમાં લખ્યું છે, ‘ગર્ભાવસ્થા અને એક બાળકે મને એક વધુ સારી વ્યક્તિ બનાવી.’

પત્રમાં છલકાયા સાનિયા મિર્ઝાના ભાવ

તેણે કહ્યું હતું કે ‘ગર્ભાવસ્થા એ એવી વસ્તુ છે જેનો અનુભવ મેં મારા જીવનમાં પ્રથમ વખત કર્યો હતો. મેં તેના વિશે વિચાર્યું હતું અને મને લાગે છે કે આપણે બધાના મનમાં તેના વિશે એક તસવીર છે જ. પરંતુ જ્યારે તમે તેનો અનુભવ કરો છો, ત્યારબાદ તમે તેનો અર્થ સમજી શકો છો. તે એક મનુષ્ય તરીકે તમને બદલી નાખે છે.’ 34 વર્ષીય સાનિયાએ વધુમાં કહ્યું કે, ‘ગર્ભાવસ્થા દરમિયાન 23 કિલો વજન વધ્યા બાદ મને વિશ્વાસ ન હતો કે હું ફરીથી ફિટ થઇ શકીશ અને ટેનિસ કોર્ટમાં ફરી ટેનિસ રમીશ.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભાજપમાં જોડાતા જ વિજય સુવાળાનો વાણી વિલાસ આવ્યો સામે, અનુસુચિત જાતિ અને દેવીપૂજક સમાજને વિરુદ્દ કરી વિવાદિત ટિપ્પણી

GSTV Web Desk

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk

ઓમિક્રોન સંક્રમણને રોકવા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!