GSTV
Home » News » PNB બાદ પંજાબ એન્ડ સિંધ બેન્ક સાથે થઈ છેતરપિંડી, બહાર આવ્યું કરોડોનું કૌભાંડ

PNB બાદ પંજાબ એન્ડ સિંધ બેન્ક સાથે થઈ છેતરપિંડી, બહાર આવ્યું કરોડોનું કૌભાંડ

PNB બાદ હવે પંજાબ એન્ડ સિંધ બેન્કે આજે ભૂષણ પાવર અને સ્ટીલ દ્વારા રૂ. 238 કરોડની કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાની જાણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને કરી છે. આ અગાઉ PNB એ પણ ભૂષણ પાવર-સ્ટીલ દ્વારા રૂ.3805 કરોડની છેતરપિંડી કરાઇ હોવાની વાત જાહેર કરી છે.

ઉપરોક્ત બંને બેન્કો ભૂષણ સ્ટીલના ફાઇનાન્સિયલ ક્રેડિટર્સમાં સામેલ છે જેમણે આ કંપની ઉપર કુલ રૂ. 47303 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. ભૂષણ પાવર-સ્ટીલના કેસને રિઝર્વ બેન્ક વર્ષ 2017માં જ નાદારીની કોર્ટમાં મોકલી દીધો છે.

પંજાબ એન્ડ સિંધ બેન્કે કહ્યું કે કંપનીએ બેન્ક પાસેથી મેળવેલા નાણાંનો દુરૂપયોગ કર્યો છે અને ધિરાણકર્તાઓના કોન્સોર્ટિયમ પાસેથી ધિરાણ મેળવવા માટે પોતાની એકાઉન્ટ બુકમાં ગેરરીતિ આચરી છે. હાલમાં આ કંપનીના કેસની નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં સુનાવણી ચાલી રહી છે અને બેન્કે કાયદાકીય કાર્યવાહી હેઠળ મોટી રિકવરી થવાની અપેક્ષા છે.

બેન્કનું એવું કહેવું છે કે ભૂષણ પાવરના લોન એકાઉન્ટના મામલે તેણે રૂ. 189 કરોડની જોગવાઇ પણ કરી છે. તપાસ એજન્સી સીબીઆઇની પોલીસ ફરિયાદમાં કંપનીના ચેરમેન સંજય સિંધલ, વાઇસ પ્રેસિડેન્ટ આરતી સિંધલ સહિત અન્ય ડિરેક્ટરોના નામ શંકાસ્પદ વ્યક્તિઓની યાદીમાં સામેલ છે.

સીબીઆઇએ કહ્યું કે કંપનીએ વર્ષ 2017થી 2014 દરમિયાન 33 બેન્કો/ નાણાંકીય સંસ્થાઓ પાસેથી વિવિધ લોન સુવિધાનો લાભ ઉઠાવીને રૂ. 47,204 કરોડનું ધિરાણ મેળવવું છે અને તેની પરત ચૂકવણી કરી નથી. ત્યારબાદ મુખ્ય ધિરાણકર્તા PNBએ આ લોન એકાઉન્ટને NPA જાહેર કરી દીધું હતું. ત્યારબાદ અન્ય બેન્કો અને નાણાંકીય સંસ્થાઓએ પણ આ લોનને NPA તરીકે જાહેર કરી દીધું હતું.

Read Also

Related posts

જેટલીએ લીધા હતા નોટબંધી, GSTથી લઈને બેંકોના વિલય સુધીનાં આકરા નિર્ણયો

Mansi Patel

વધુ વ્યાજની લાલચમાં ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો આવશે પસ્તાવવાનો વારો

Arohi

આ વાંચ શો તો ચોક્કસથી પેકેજ્ડ ફૂડ અને ઠંડા પીણા ખરીદવાનું વિચારશો પણ નહીં

Arohi
Do NOT follow this link or you will be banned from the site!