GSTV
Home » News » હવે મેદાન-એ-જંગ, પાક આર્મીને પણ ભારતની જેમ વળતી તમામ પ્રકિયા કરવાની છુટ

હવે મેદાન-એ-જંગ, પાક આર્મીને પણ ભારતની જેમ વળતી તમામ પ્રકિયા કરવાની છુટ

પુલવામા હુમલા બાદ ભારતના એક પછી એક વારનો સામનો કરી રહેલા આતંકીસ્તાન એવા પાકિસ્તાનની અક્કડ હજુ પણ ગઇ નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વીડિયો મારફત ભારતને ધમકી આપ્યા બાદ હવે પાકિસ્તાની સેનાને વળતી કાર્યવાહીની છૂટ આપી છે.

તેમણે કહ્યું કે જો ભારતીય સેના તરફથી કોઇ કાર્યવાહી થાય તો પાકિસ્તાની સેના ભારતને જવાબ આપવા માટે મુક્ત છે. આ સાથે જ પોતાની સેના અને ગુપ્તચર એજન્સીની કરતૂત પર પરદો ઢાંકવાના ઇરાદે કહ્યું કે પુલવામા હુમલાનું ષડયંત્ર જમ્મુ-કાશ્મીરમાં જ રચાયું હતુ. પાકિસ્તાની પીએમએ આ વાત પાકિસ્તાની સેનાના પ્રમુખ કમર બાજવા સાથેની બેઠક દરમિયાન કરી.

તો વળી ભારતને ચોતરફથી મળી રહ્યું છે સમર્થન

પુલવામામાં થયેલા આતંકી હુમલા પર ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ હુમલાને જધન્ય અને કાયરતાભર્યું કૃત્ય ગણાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આકરા શબ્દોમાં હુમલાની નિંદા કરી. 15 દેશોના આ સંગઠનમાં ચીન પણ શામિલ છે.

સુરક્ષા પરિષદે આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદનો ઉલ્લેખ કરીને કહ્યું કે આવા નિંદનીય હુમલાઓ માટે દોષિતોને ન્યાયના કઠેડામાં લાવીને કડક સજા મળવી જોઈએ. યુએનએસસીનું આ વલણ પાકિસ્તાન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે સંયુક્ત રાષ્ટ્રની સૌથી શક્તિશાળી સંસ્થાએ પ્રેસનોટ જાહેર કરીને પોતાના નિવેદનમાં મસૂદ અઝહરના નેતૃત્વવાળા આતંકી સંગઠનનું નામ લીધું.

યુએનએસસીમાં ચીન પણ શામિલ છે જે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાના ભારતના પ્રયાસોનો ઘણી વખત વિરોધ કરીને વીટો પાવનો ઉપયોગ કરી ચૂક્યું છે. જોકે સુરક્ષા પરિષદે આંતરરાષ્ટ્રીય સમુદાયને હુમલા માટે જવાબદાર તત્વો પર શિકંજો કસવા ભારત સરકારનો સક્રિય સહયોગ કરવા અપીલ કરી છે.

READ ALSO

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!