GSTV
Business Trending

મોંઘવારીનો માર/ પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવ વધ્યાં, જાણો કેટલો થયો મોંઘો

cng

જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જંગી વધારાને કારણે લોકો પહેલાથી જ પરેશાન છે. હવે CNG ની કિંમતમાં વધારાને કારણે તેમને બીજો ઝટકો મળી શકે છે. હકીકતમાં, દિલ્હીમાં CNGના છૂટક ભાવ પ્રતિ કિલો 43.40 રૂપિયાથી વધારીને 44.30 રૂપિયા કરવામાં આવ્યા છે. નોઈડા અને ગાઝિયાબાદમાં પ્રતિ કિલો CNG નો ભાવ 49.08 રૂપિયાથી વધારીને 49.98 રૂપિયા કરવામાં આવ્યો છે.

આ વધારો એવા સમયે થયો છે જ્યારે દિલ્હી-એનસીઆરમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોના વપરાશકારો એક સસ્તો વિકલ્પ શોધી રહ્યા હતા. પરંતુ CNG ની કિંમતોમાં વધારો લોકોના બજેટને અસર કરી શકે છે. CNG  ઉપરાંત પીએનજીના ભાવમાં પણ આજથી બદલાવ કરવામાં આવ્યો છે. આની ઘોષણા ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (આઇજીએલ) દ્વારા કરવામાં આવી છે, જે CNG  અને ઘરોમાં પાઇપ દ્વારા સુધી કુદરતી ગેસ પહોંચાડે છે.

cng

CNG પેટ્રોલ-ડીઝલની તુલનામાં સસ્તુ

આ સંદર્ભે આઇજીએલે એક ટ્વિટમાં કહ્યું, “દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં બદલાવ થયા પછી, જો તેની તુલના કરવામાં આવે તો CNG  પેટ્રોલની તુલનામાં 68 ટકા અને ડીઝલની તુલનામાં 50 ટકા બચત કરશે.”

CNG

પેટ્રોલ, ડીઝલ અને LPGના ભાવ વધ્યાં

જણાવી દઈએ કે ઓઇલ રિટેલરો દ્વારા કરવામાં આવેલી પ્રાઈસ નોટિફિકેશન મુજબ આ મહિનામાં છઠ્ઠી વાર વધારો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ 35 પૈસા અને જ્યારે ડીઝલ ગુરુવારે 9 પૈસા મોંઘુ થયું છે. ગયા મહિને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) એ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG ) સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો હતો. સબસિડીવાળા ઘરેલુ LPG  સિલિન્ડરના ભાવમાં 1 જુલાઇથી 25.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે.

Read Also

Related posts

રાજકારણ/ બિહારમાં એડવાન્સમાં જ ઘડાયો હતો પ્લોટ, ભાજપ ઉંઘતું ઝડપાયું

Hardik Hingu

કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત

GSTV Web Desk

સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે

Hardik Hingu
GSTV