જમ્મુ કાશ્મીર સરહદ પર પાકિસ્તાનની સેનાની ગતિવિધિ વધતા વાયુસેનાને એલર્ટ કરવામાં આવી છે. વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆઓ વાયુસેનાને કમાન્ડર્સને સતર્ક રહેવા અને એરબેઝને તૈયાર રાખવાના આદેશ આપ્યા છે. બીએસ ધનોઓ બે દિવસ માટે વેસ્ટર્ન એર કમાન્ડની મુલાકાતે છે.
તેમણે જણાવ્યુ હતુ કે, વાયુસેના કોઈપણ પડકારનો સામનો કરવા માટે હમેશા તૈયાર છે. તેમણે ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઈકના પણ વખાણ કર્યા હતા. પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીઓના ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી હતી. જે બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. પાકિસ્તાન સતત ભારતમાં આતંકવાદીઓની ઘૂસખોરી કરાવવાની ફીરાકમાં છે. જેથી સેનાને પણ સરહદ પર એલર્ટ કરવામાં આવી છે.

READ ALSO
- રિલાયન્સ જીયોની વધુ એક ધમાકેદાર ઑફર, મળશે આ ખાસ સુવિધાઓ
- જૂનાગઢ/ સીએમ રૂપાણીના હસ્તે ભૂર્ગભ ગટર યોજનાનું લોકાર્પણ, ગિરનારમાં સિંહ દર્શન શરૂ કરવા રજૂઆત
- ખાસ વાંચો/ તમારો ચહેરો અને અવાજ નક્કી કરશે તમે કેટલા વિશ્વાસપાત્ર છો,આ ટેસ્ટમાં ફેલ થયા તો નહીં મળે લોન
- નિમણુક/ 150 નવા IPS ઓફિસર્સને ફાળવાયા કેડર : આટલા અધિકારીઓ આપશે ગુજરાતમાં સેવા, અહીંયા જોઈ લો સંપૂર્ણ યાદી
- ખુશખબર/ 5 વર્ષ સુધી જમીન મફત, ગુજરાતના ખેડૂતોને 50 હજાર એકર જમીન મળશે, માત્ર 100થી 500 રૂપિયા ભાડુ