GSTV

લ્યો બોલો! ડોક્ટરે તો ભારે કરી, ઓપરેશન બાદ દર્દીના ગળામાં જ ભૂલી ગયો કોટન, ટિશ્યું અને કપડુ, આ રીતે થયો ખુલાસો

ડોક્ટરે

ડોક્ટરની બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે.ત્યારે સુરતમાં ડોક્ટરની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.સુરતની ખાનગી હોસ્પિટલમાં થયેલા મણકાના ઓપરેશન બાદ ડોકટર ગળાના ભાગે કોટન-કપડુ- ટીસ્યુ ભૂલી ગયા.જો કે ઓપરેશનના 21 દિવસ બાદ સીટી સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની બેદરકારી સામે આવી.

પગમાં દુખાવો થતાં લીધી નિષ્ણાંત ડોક્ટરની સલાહ

શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય દશરથભાઈ પટેલને હાથ પગમાં દુખાવો થતો હતો જેથી દશરથભાઈએ ફેમીલી ડોક્ટરની સલાહ લીધી હતી અને ત્યારબાદ નિષ્ણાંત ડોક્ટરને બતાવા ગયા હતા જ્યાં ડોકટરે ઓપરેશન કરવાનું કહ્યું હતું.

ઓપરેશન બાદ ટાંકામાં રૂઝ ન આવતા થયો ખુલાસો

સાત કલાક ઓપરેશન બાદ દશરથભાઈને ૧૦ દિવસે રજા આપવામાં આવી હતી.જો કે દશરથભાઈને ટાંકામાં રૂઝ આવતી નહોતી જેથી ડોકટરે સીટી સ્કેન કરતા ટાંકામાં કોટન, કપડું અને ટીસ્યુના રેસા જોવા મળ્યા હતા.જેથી ડોકટરે તાત્કાલિક ઓપરેશન કરી કોટનના રેસા દુર કર્યા હતા.જેને પગલે દર્દી દશરથભાઈએ મણકા સ્પેશ્યાલીસ્ટ સામે ફરિયાદ નોધાવી છે.

Read Also

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!