GSTV
Home » News » ડુંગળી, લસણ બાદ હવે દાળ પણ મોંઘી થવાની તૈયારીમાં, ભાવ આસમાને

ડુંગળી, લસણ બાદ હવે દાળ પણ મોંઘી થવાની તૈયારીમાં, ભાવ આસમાને

કમોસમી વરસાદનો માર ખેડૂતો અને ગૃહિણીઓ પર પડી રહ્યો છે. ખેડૂતોને અનાજ-શાકભાજીના ભાવ નથી ઉપજતા અને ગૃહિણીઓને મોંઘાભાવે વસ્તુ ખરીદવી પડી રહી છે. પહેલા ડુંગળી પછી લસણ અને હવે એમાં તુવેરદાળનો ઉમેરો થયો છે જેના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ભોજનમાં જરૂરી આવી સામાન્ય ખાદ્ય સામગ્રીના ભાવ આસમાને પહોંચતા ઘરનું બજેટ ખોરવાયું છે.

તુવેરદાળનો ભાવ હાલ 100 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે. તેની સાથે અડદની દાળના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. એવા સમયે સતત વધતા ફુગાવા સામે સરકાર ભાવોને નિયંત્રણમાં લાવે તેવી પણ વેપારીઓ અને લોકો માંગ કરી રહ્યાં છે. દેશના મેટા મહાનગરો દિલ્હી, કલકતા અને ચેન્નઈમાં કાંદાના ભાવ 100થી 120 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. વેપારીઓનું કહેવું છે કે, જે માર્કેટમાં કાંદાની સપ્લાય નહીં વધે તો ભાવો આનાથી પણ વધુ વધી શકે છે. બીજી તરફ, દિલ્હીમાં તુવેર 98 રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂકી છે.

સરકારે તુવેરદાળની આયાતનો 4 લાખ કવોટા નકકી કર્યો છે. જોકે, વેપારીઓએ હજી સુધી 2.15 લાખ ટન જ આયાત કરી છે. એવામાં સરકાર ડેડલાઈન 31 ડિસેમ્બર સુધી વધારવાની તૈયારી કરી રહી છે. મૂળે સરકારે પહેલા તમામ વેપારીઓને આદેશ આપતા વિદેશોથી ખરીદેલી દાળને ઓકટોબર મહિનામાં જ ભારત લાવવાના નિર્દેશ આપી દીધા હતા, પરંતુ હવે આ તારીખને આગળ વધારીને 15 નવેમ્બર 2019 કરી દીધી હતી.

જો કે વેપારીઓની માગ તારીખને વધારીને 31 ડિસેમ્બર સુધી કરવાની કરી હતી. સૂત્રો મુજબ હજુ સુધી સવાબે લાખ ટન દાળ આયાત થઈ છે. સરકાર ફરી એક વાર ડેડલાઈન વધારવાની તૈયારી કરી ચૂકી છે. નોંધનીય છે કે સરકાર 31 ડિસેમ્બર સુધી આયાતની ડેડલાઈન વધારી શકે છે. આ પહેલા પણ સરકારે 15 નવેમ્બર સુધી તુવેર આયાતની ડેડલાઈન વધારી હતી.

READ ALSO

Related posts

ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા પાકના પ્રથમવાર ભાવ વધવાની સંભાવના

Karan

2 લાખ રૂપિયામાં શરૂ કરો પોતાનો આ સદાબહાર બિઝનેસ, મોદી સરકાર પણ કરશે મદદ

Mansi Patel

ચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે આ 6 નિયમો, તમારા માટે જાણવા છે ખૂબ જરૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!