GSTV
Home » News » 1.20 કરોડ ગુજરાતીઓને પડશે ફટકો, દિવાળી પહેલાં સરકાર ખંખેરશે ખિસ્સાં

1.20 કરોડ ગુજરાતીઓને પડશે ફટકો, દિવાળી પહેલાં સરકાર ખંખેરશે ખિસ્સાં

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના 1.2૦ કરોડથી વધુ વીજવપરાશકારોએ ઓક્ટોબરથી ડિસેમ્બરના વીજબિલમાં યુનિટે 1૦ પૈસા વધારે ચૂકવવા પડશે. તદુપરાંત ગુજરાત વીજ નિયમન પંચની મંજૂરી મળી જતાં યુનિટદીઠ વીજળી પર બીજા 13 પૈસાનો ભાવ વધારો ચૂકવવો પડશે. આ સાથે જ ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ (FPPPA)નો યુનિટ દીઠ ચાર્જ વધીને રૂ. 1.71 થયો છે. જર્કની મંજૂરી મળી જતાં એફપીપીપીએનો ચાર્જ વધીને યુનિટદીઠ રૂ. 1.84 થઈ જશે.

વીજખરીદીની યુનિટદીઠ કિંમતમાં 18 પૈસાના થયેલા સરેરાશ વધારાને પરિણામે ગુજરાતના વીજવપરાશકારોને માથે મહિને સરેરાશ રૂ. 184 કરોડના ભાવ વધારાનો બોજ આવ્યો છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે અદાણી પાવર અને એસ્સાર પાવરે કરાર આધારિત દરે 3૦૦૦ મેગાવોટનો સપ્લાય બંધ કરતાં રોજના 8૦૦૦ મિલિયન યુનિટ વીજળીની બહારથી ખરીદી કરવી પડી હતી. કરાર આધારિત દરે વીજળીનો પુરવઠો ન આપનારાઓ સામે ગુજરાત વીજ નિયમન પંચ કોઈ જ પગલાં લઈ શક્યું નથી.

વીજખરીદીનો સરેરાશ ભાવ યુનિટદીઠ રૂ. 4.33થી વધીને રૂ. 4.51 થઈ ગયો

ગુજરાત સરકારે પણ તેની સામે કોઈ જ પગલાં લીધા નથી. અદાણી પાવર અને એસ્સાર પાવરે કરાર આધારિત ભાવે 3૦૦૦ મેગાવોટ વીજળીનો સપ્લાય આપવાનો બંધ કર્યો તેને પરિણામે ગુજરાત સરકારની વીજ કંપનીઓએ યુનિટદીઠ ઊંચા ભાવ ચૂકવીને ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાંથી વીજળી ખરીદવાની ફરજ પડી હતી.  ખાનગી કંપનીઓ પાસેથી ઊંચા ભાવે વીજળી ખરીદી કરવાની ફરજ પડી હોવાથી તેમની વીજખરીદીનો સરેરાશ ભાવ યુનિટદીઠ રૂ. 4.33થી વધીને રૂ. 4.51 થઈ ગયો છે.  જીયુવીએનએલને એસ્સાર અને અદાણી પાવર પાસેથી વીજળીનો પુરવઠો ન મળતાં તેણે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાંથી 2૦૦૦ મિલિયન યુનિટ વીજળીની ખરીદી કરી હતી. આ માટે યુનિટદીઠ રૂ.4.25થી 5.5૦ ચૂકવ્યા હતા.

જર્કની મંજૂરી મળ્યા પછી તે વધીને રૂ. 1.84 થઈ જશે

FPPPAની તૈયાર કરવામાં આવેલી ફોર્મ્યુલા હેઠળ વીજ કંપનીઓને ઇંધણના ખર્ચમાં વધારો થાય કે પછી બહારથી ખરીદવી પડેલી વીજળીના ખર્ચમાં વધારો થાય તો તેની સરેરાશ કિંમત નક્કી કરીને એફપીપીપીએના યુનિટદીઠ ભાવ નક્કી કરવામાં આવે છે.  અત્યાર સુધી FPPPAના યુનિટદીઠ ભાવ રૂ. 1.61 હતા તે હવે વધીને રૂ. 1.71 થયા છે. જર્કની મંજૂરી મળ્યા પછી તે વધીને રૂ. 1.84 થઈ જશે. આમ મહિને 2૦૦ યુનિટવીજળીનો વપરાશ કરનારાઓના વીજ બિલમાં અંદાજે રૂ. 5૦નો વધારો થઈ જશે.

ટોરેન્ટ પાવરની FPPPA રૂ.1.86થી વધારીને રૂ. 2.૦9 કરી દેવામાં આવી


ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2૦18ના ત્રિમાસિક ગાળા માટેની ટોરેન્ટ પાવરની ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેજ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળને યુનિટદીઠ વીજદર 1.86થી વધારીને યુનિટદીઠ રૂ. 2.૦9 કરી દેવામાં આવ્યો છે. પરિણામે અમદાવાદ, ગાંધીનગર અને સુરતના વીજ વપરાશકારોના 2૦૦ યુનિટના બિલમાં અંદાજે રૂ.5૦થી વધુનો વધારો જોવા મળશે.

Related posts

અરૂણ જેટલીએ ગુજરાતના આ 2 ગામોને લીધા હતા દત્તક, ઉભી કરી હતી આ સુવિધાઓ

Nilesh Jethva

અરૂણ જેટલીનાં જીવન સાથે જોડાયેલી 10 ખાસિયતો, જે તેમને બનાવે છે સૌથી અલગ નેતા

Riyaz Parmar

PM મોદી-અમિત શાહ સહિત આ નેતાઓએ અરૂણ જેટલીના નિધન પર વ્યક્ત કર્યો શોક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!