GSTV

જો તમારે RTOનું આ કામ બાકી છે તો જલ્દી પતાવી લો! 19 ઓક્ટોબર બાદથી બંધ થઈ જશે RTOનાં આ 13 કામો

હવે કોઈ પણ વાહનમાં હાઈ સિક્યુરીટી નંબર પ્લેટ નહી થવા ઉપર તેને ફિટનેસ સર્ટીફિકેટ આપવા ઉપર મનાઈ ફરમાવી દેવાઈ છે. પરંતુ 15 ઓક્ટોબરના રોજ પરિવહન આયુક્તે આદેશ જાહેર કર્યો છે કે, HSRP નંબરપ્લેટ વગરના વાહનોને આરટીઓમાં થનારા આ 13 કામો ઉપર મનાઈ ફરમાવી છે. જાણી લો 19 ઓક્ટોબર બાદ નહી થાય આ કામ.

ક્યાં કામો નહીં થાય

  • વગર HSRPના વાહનોનું રજીસ્ટ્રેશન સર્ટિફીકેટની સેકન્ડ કોપી
  • વાહનોનું રજીસ્ટ્રેશન ટ્રાન્સફર
  • એડ્રેસ ચેન્જ
  • રજીસ્ટ્રેશનનું રિન્યુવેશન
  • નો ઓબ્ઝેકશન સર્ટીફિકેટ
  • હાઈપોથૈકેશન કેંસલેશન
  • હાઈપોથૈકેશન એન્ડોર્સમેન્ટ
  • નવી પરમીટ
  • ટેમ્પરરી પરમીટ
  • સ્પેશયલ પરમીટ
  • નશેનલ પરમીટ વગેરેના કામો નહીં થાય.

શુ કહી રહ્યું છે આરટીઓ પ્રશાસન

આરટીઓ પ્રશાસનના વિશ્વજીત પ્રતાપ સિંહે જણાવ્યું છે કે, જો કોઈ વાહન ઉપર હાઈ સિક્યુરીટી રજીસ્ટ્રેશન પ્લેટ નહીં હોય તો વાહનના માલિક ગાડી સાથે જોડાયેલા 13 કામો નહીં કરી શકે. તો બીજી તરફ જે લોકોએ હજુ આ નંબર પ્લેટ લગાવવાની કોશિશ કરી રહ્યાં છે તેણે વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છ. જેમાં ક્યારે એકાઉન્ટમાંથી પૈસા કાપવામાં આવી રહ્યાં છે પરંતુ બુકીંગ નથી થતું.

કેવી રીતે કરશો ઓનલાઈન અરજી

હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ અને કલર કોડ સ્ટીકર લગાવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. હાઈ સિક્યુરીટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવા માટે વિક્રેતાઓએ બે પોર્ટલ બનાવ્યાં છે. bookmyhsrp.com/index.aspx વેબસાઈટ ઉપર મુલાકાત કરી શકો છો. તે બાદ ખાનગી અને સાર્વજનિક વાહનો સાથે જોડાયેલા એક વિકલ્પની પસંદગી કરો અને પછી સ્ટેપ બાદ સ્ટેપની જાણકારી દેવાની રહેશે. તે સિવાય જો વાહન ચાલકની ગાડીમાં રજીસ્ટ્રેશન પ્લેટ લાગેલી હશે અને તેમાં માત્ર સ્ટીકર લગાવવાનું છે તો તેણે www.bookmyhsrp.com પોર્ટલ ઉપર જવાનું રહેશે.

Related posts

મધ્યપ્રદેશ પેટા ચૂંટણીને લઈને શિવરાજ સિંહ ચૌહાણે જનતાને આપ્યું કોરોના વેકસીનનું ‘ગાજર’

pratik shah

બિહારને સંભાળવા ગયેલા ભાજપના ફડણવીસ ફસાયા, મહારાષ્ટ્રમાં મોટા નેતાએ વિખવાદોના કારણે રાજીનામું આપ્યું

Dilip Patel

ધંધામાં આર્થિક તંગીમાં કે ઘર ખરીદવા માટે લોન લેતા પહેલા આ વાતનું રાખજો ધ્યાન

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!