GSTV

મોદી સરકારે આ યોજના માટે ફાળવ્યા 30 હજાર કરોડ રૂપિયા, સફળ રહી તો દરેક ઘરે પહોંચશે પાણી

Last Updated on June 15, 2020 by Karan

મનરેગા બાદ હવે કેન્દ્રની મોદી સરકારે વોટર લાઇફ મિશન યોજના શરૂ કરી છે. આ નવી યોજના દ્વારા સરકાર ગ્રામીણ અર્થવ્યવસ્થામાં નાણાં લગાડવાની વિચારણા કરી રહી છે. 2020-21માં રાજ્યોને 30 હજાર કરોડ રૂપિયા પૂરા પાડવામાં આવી રહ્યા છે. આ યોજનામાં  14.8 કરોડ ગ્રામીણ પરિવારોના ઘરોમાં પાણીનું જોડાણ આપવાની યોજના છે.

વિકાસ

વધારાના બજેટ તરીકે 12 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે

રાજ્યો પાસે પહેલેથી જ 6,429.92 કરોડ રૂપિયા છે અને બાકીના 22,695.50 કરોડ પણ 2020-21માં ફાળવવામાં આવ્યા છે. આ સુનિશ્ચિત કરશે કે રાજ્યો સાથે રૂપિયા 29,125.42 કરોડ ઉપલબ્ધ થશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર પહેલો હપતો અગાઉથી જ રાજ્યોને આપવામાં આવ્યો છે, જેને પૈસાની જરૂર હતી. 2020-21 માટે ફાળવેલ નાણાંમાંથી 11,500 રૂપિયા બજેટમાં ફાળવવામાં આવ્યા હતા. વધારાના બજેટ તરીકે 12 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે. 15 ઓગસ્ટ 2019ના રોજ, પીએમ મોદીએ જાહેરાત કરી કે, આ મિશન ગ્રામીણ અર્થતંત્રને વેગ આપશે અને રોજગારની નવી તકો પણ ઊભી કરશે.

55 લિટર પીવાનું પાણી પુરૂ પાડવામાં આવશે

આ યોજના હેઠળ પાઇપલાઇન દ્વારા વ્યક્તિ દીઠ 55 લિટર પીવાનું પાણી પુરૂ પાડવામાં આવશે. જેમાં ગામડાઓમાં પાણીની લાઇનો નાખવામાં આવશે અને દરેક રીતે જળસંગ્રહની વ્યવસ્થા કરવામાં આવશે. જળ ઊર્જા મંત્રાલયે તમામ રાજ્યોને તાકીદે આ યોજના પર કામ શરૂ કરવા નિર્દેશ આપ્યો છે.

Related posts

મોટા સમાચાર / ત્રણ કૃષિ કાયદા રદ, બિલ પર રાષ્ટ્રપતિ કોવિંદે કર્યા હસ્તાક્ષર

Zainul Ansari

શું પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવવા માટે મળશે મંજૂરી? હજુ પણ અકબંધ છે આ પ્રશ્ન

Zainul Ansari

4 વર્ષની ‘રિયલ લાઇફ મોગલી ગર્લ’: ખૂંખાર પ્રાણીઓ વચ્ચે ગુજાર્યા દિવસો, જાણો હવે ફરી કેમ આવી ચર્ચામાં?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!