GSTV
Home » News » આ એક્ટ્રેસને પણ મળ્યું હતું મોદીની શપથવિધિનું આમંત્રણ, આ કારણથી જઈ ન શકી

આ એક્ટ્રેસને પણ મળ્યું હતું મોદીની શપથવિધિનું આમંત્રણ, આ કારણથી જઈ ન શકી

નરેન્દ્ર મોદીએ બીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા. શપથગ્રહણની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. સમારોહમાં સામેલ થવા માટે 6000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજનીતિક ઉપરાંત બિઝનેસ અને મનોરંજન ક્ષેત્રના લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ખાસ સમારોહમાં હાજર રહેવા માટે જેને આમંત્રણ આવ્યું હતું તે બહુ જ ખુશ હતા.

તેમાં એક એક્ટ્રેસ કાજલ અગ્રવાલ પણ હતી. પરંતુ આમંત્રણ મળવા છતાં તે સમારોહમાં હાજર રહી શકી નહોતી. કાજલે જાતે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કર્યું હતું. કાજલે ઈન્સ્ટાગ્રામ પર ઈનવિટેશન કાર્ડનો ફોટો શેર કર્યો હતો. તેણે દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને ટેગ કરતાં લખ્યું કે, શપથગ્રહણમાં મને આમંત્રિત કરવા માટે તમારો દિલથી આભાર માનું છું.

હું આ આમંત્રણને મેળવીને પોતાના માટે સમ્માન અનુભવું છું. આ સમારોહમાં હાજર રહેવા માગતી હતી, પરંતુ મને ઈનવિટેશન કાર્ડ સમયસર ન મળ્યું માટે હું દિલ્લી સમય પર ન પહોંચી શકું. સમારોહમાં દેશના મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી, પત્ની નીતા અંબાણી સાથે હાજર રહ્યા હતા. તેમાં અનંત અંબાણી પણ જોવા મળ્યો હતો. તે ઉપરાંત રતન ટાટાએ પણ હાજરી આપી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા ખરા સિતારાઓ હાજર રહ્યા હતા.

તેમાં અનુપમ ખેર, આશા ભોસલે, અનિલ કપૂર, કરણ જોહર, શાહિદ કપૂર સામેલ હતા. કાજલની ફિલ્મની વાત કરીએ તો તે તેલુગુ ફિલ્મ સીતામાં જોવા મળશે. એક્ટર શ્રીનિવાસ સાથે જોવા મળશે. ફિલ્મમાં તે બિઝનેસવુમેનનો રોલ કરશે જે બાદમાં પ્રેમમાં પડે છે.

Read Also

Related posts

અભિનેતા આયુષ્માન ખુરાના વડોદરાના બન્યા મહેમાન, દહીહાંડીના કાર્યક્રમમાં આપી હાજરી

Kaushik Bavishi

જો તમે બ્લડ પ્રેશરની દવા લો છો તો સાવધાન, અમદાવાદમાં સામે આવ્યું નકલી દવાનું કારસ્તાન

Nilesh Jethva

રોજે તમાલપત્રનો ઉપયોગ કરવાથી નહીં થાય આ બીમારીઓ, જાણો કેટલુ છે ફાયદાકારક

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!