GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

લગ્ન થયા એટલે કારકીર્દી ખત્મ, આ વાતને ખોટી સાબિત કરી બતાવી છે આ અભિનેત્રીઓએ

પહેલા એક સમય એવો હતો કે, અભિનેત્રીના લગ્ન થાય કે તેને ફિલ્મોમાં કામ મળતું ઓછું  થઇ જતું. પરણેલી અભિનેત્રીને દર્શકો રૂપેરી પડદે જોવા રાજી થતા નહોતા. પરંતુ આજે જમાનો બદલાયો છે અનેલગ્ન બાદ પણ હિરોઇનોએ બોલીવૂડમાં પોતાનો સિક્કો કાયમ રાખ્યો છે. આ યાદીમાં કરીના કપૂર સહિત માધુરી સુધીના નામ છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચને લગ્ન બાદ જોધા અકબર, એ દિલ હૈ મુશ્કેલ અને સરબજીત ફિલ્મોમાં કામ કર્યું છે. હજી પણ ઘણા નિર્માતા-દિગ્દર્શકો સાથે ફિલ્મો માટે વાટાઘાટ ચાલી  રહી છે. આજે પણ દર્શકો તેને રૂપેરી પડદે જોવાનું પસંદ કરે છે.

કરીના કપૂર ખાન

લગ્ન બાદ કરીનાએ ‘વીરે ધ વેડિંગ’, ઉડતા પંજાબ જેવી ફિલ્મમાં કામ કર્યું. ઉપરાંત તે ધર્મા પ્રોડકશનની અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘ગુડન્યુઝ’માં કામ કરી રહી છે.

સોનમ કપૂર

સોનમ કપૂરની ગણતરી ભલે આજે ટોચની અભિનેત્રીઓમાં નામ આવતું નથી. છતાં  તે ફિલ્મોમાં સારા રોલ કરી રહી છે. લગ્ન બાદ તેણે ‘ વીરે દિ વેડિંગ’ અને એક લડકી કો દેખા તો ઐસા લગા ‘ જેવી ફિલ્મોમાં કામ કર્યું.

રાણી મુખર્જી

રાણી મુખર્જીએ લગ્ન બાદ ર્મર્દાની અને હિચકી’ ફિલ્મમાં કામ કર્યું. હવે તે ‘મર્દાની ટુ’ની તૈયારી કરી રહી છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલને  સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા પછી પણ ફિલ્મઇન્ડસ્ટ્રીથી પોતાનો નાતો તોડયો નથી. તેણે ‘તુમ્હારી સુલુ, ‘ શાદી કે સાઇડ ઇફેક્ટસ, ‘હમારી અધુરી કહાની જેવી ફિલ્મોમાં કામ કર્યું.

કાજોલ

કાજોલ રૂપેરી પડદાના દર્શકો અને માંધાતાઓની ચહિતી અભિનેત્રી છે. તેણે ‘ફના, ‘ કભી ખુશી કભી ગમ, અને માઇ નેમ ઇઝ ખાન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

માધુરી દિક્ષિત નેને

માધુરી દીક્ષીત હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ટોટલ ધમાલમાં દર્શકોનું ભરપુર મનોરંજન કરી ગઇ છે. તે ધર્મા  પ્રોડકશનની  આગામી ફિલ્મનો હિસ્સો છે. તે ટચૂકડા પડદે પણ રિયાલીટિ શોમાં નિર્ણાયક બનીને લોકોનું મનોરંજન કરી રહી છે.

કોંકણા સેન શર્મા

કોંકણા સેનશર્માએ ‘ લિપસ્ટિક અંડર માય બુરખા, એક થી ડાયન’ જેવી ફિલ્મો લગ્ન પછી જ કરી  છે.

અનુષ્કા શર્મા

વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ અનુષ્કાએ ‘સુઇ ધાગા અને ઝીરો ફિલ્મમાં લીડ રોલ કર્યા

ઇલિયાના ડિક્રુઝ

રિપોર્ટસના અનુસાર ઇલિયાનાએ બોયફ્રેન્ડ એન્ડ્રયુ સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા  છે. આ બાદ જ તે ફિલ્મ ‘રેઇડ’માં જોવા મળી હતી.

Read Also

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!