GSTV
Home » News » 12 માર્ચ બાદ હાર્દિક માત્ર હાર્દિક નહીં પણ કોંગ્રેસનો નેતા કહેવાશે, આંતરીક વિરોધ શરૂ

12 માર્ચ બાદ હાર્દિક માત્ર હાર્દિક નહીં પણ કોંગ્રેસનો નેતા કહેવાશે, આંતરીક વિરોધ શરૂ

આવતીકાલે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવાનો છે. અડાલજમાં યોજાનારી મહારેલીમાં હાર્દિક કોંગ્રેસના શરણે જશે. જોકે હાર્દિક સિવાય પાસમાંથી કોઈ કન્વીનર કોંગ્રેસમાં નહીં જોડાય. અલ્પેશની ઠાકોર સેનાની જેમ હાર્દિકની પાટીદાર અનામત આંદોલન સમિતિ ચાલુ રહેશે. જોકે હાર્દિકના જોડાવા પહેલા કોંગ્રેસના નેતાઓની નારાજગી સામે આવી છે.

હાર્દિક પટેલની જામનગરથી લોકસભા ચૂંટણી લડવાની સંભાવનાને લઈને કેટલાક કોંગ્રેસના નેતાઓ નારાજ રહ્યા હતા. અને આ નારાજગી ખાળવા માટે કોંગ્રેસમાં બેઠકોનો દોર ચાલ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં બેઠકોનો દોર યોજાયો હતો. જોકે ભાજપે હાર્દિકને કોંગ્રેસનો એજન્ટ ગણાવ્યો છે.

hardik Patel-poonam mandam

પાસ આગેવાન હાર્દિક પટેલે 2019ની લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસની જાહેરાત પહેલા જ સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલે જાહેરાત કરી દેતા કોંગ્રેસનાં નેતાઓમાં વિરોધનાં સૂર ફેલાઇ રહ્યાં છે. કોંગ્રેસ ઉપરાંત પાસનાં નેતાઓ પણ આ વાતથી ખાસ ખુશ નથી. 12મી તારીખે એટલે મંગળવારે ગુજરાતમાં યોજાનારી કોંગ્રેસની CWCમાં હાર્દિક પટેલ કોંગ્રેસનો ખેસ પહેરશે. આ દરમિયાન રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે. જો કે ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે જાહેરાત હજી સત્તાવાર રીતે કરવામાં આવી નથી.

પરંતુ હાર્દિકની જાહેરાત અને સ્થળની પસંદગીને કારણે કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે. હાર્દિક સામે કોંગ્રેસનાં જ મોટા નેતાઓ વિરોધનો સૂર રેલાવી રહ્યાં છે. કોંગ્રેસનાં નેતાઓ કહી રહ્યાં છે કે કોંગ્રેસનાં જે સ્થાનિક નેતાઓ છે એમને ટિકિટ આપવામાં આવે. નહીં કે બહારથી કોંગ્રેસમાં જોડાઇ રહ્યાં છે તેમને ટિકિટ આપવામાં આવે. આ નિર્ણયને કારણે સ્થાનિક આગેવાનો નારાજ થયા છે.

મહત્વનું છે કે ગઇકાલે કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવ પણ અચાનક આવી ગયા હતાં. જે પછી તરત જ કોંગ્રેસનાં મોટા નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક મોડી રાત સુધી ચાલી હતી. તો બીજી તરફ પાસ નેતા દિનેશ બાંભણિયા અને એસપીજીના લાલજી પટેલે હાર્દિકના આવા પગલાંને સમાજ સાથે દ્રોહ ગણાવ્યો છે.

Related posts

અશફાક નામ બદલી બન્યો હતો રોહિત સોલંકી, હિન્દુ નેતાની હત્યાએ આયોજનપૂર્વકનું ષડયંત્ર

Nilesh Jethva

મહારાષ્ટ્રમાં બપોરનાં ત્રણ વાગ્યા સુધીમાં 43.78 અને હરિયાણામાં 3.30 વાગ્યા સુધીમાં 50.59 ટકા થયુ મતદાન

Mansi Patel

મેઘરાજાએ નવરાત્રી તો બગાડી હવે દિવાળી બગાડશે, અરબી સમુદ્રમાં સક્રિય થઈ આ સિસ્ટમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!