GSTV
India News ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં મહાસંગ્રામ / મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બાદ હવે એકનાથ શિંદે ટૂંક સમયમાં કરી શકે છે પ્રેસ કોન્ફરન્સ

મહારાષ્ટ્રમાં રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે આ સ્થિતિ વચ્ચે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યની પ્રજાને પ્રજાજોગ સંબોધન કર્યું હતું. જેમાં ઠાકરે કહ્યું કે,મને ખુરશીનો કોઈ મોહ નથી, પરંતુ વિધાનસભ્યો મને સીધી વાત કરે તો સીએમ પદ તો શું હું પાર્ટી અધ્યક્ષનું પદ છોડવા માટે પણ તૈયાર છું. ત્યાં બીજી બાજુ શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે સાત વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.

દેશના પાંચ મુખ્ય મંત્રીઓમાં શામેલ. લોકોની મદદથી મને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યો હતો. આ બાળાસાહેબ ઠાકરેની શિવસેના છે. શિવસેના ક્યારેય હિન્દુત્વ વિના ચાલતી નથી. કોરોના સંકટ વચ્ચે હું સતત હોસ્પિટલમાંથી કામ કરતો રહ્યો છું. વર્ષ 2014થી નવી શિવસેનાએ જ ચૂંટણી જીતી છે. કેટલાક ધારાસભ્યોએ અમારી સાથે વાતચીત કરી છે.

કેટલાક લોકો કહે છે કે હું કોઈને મળતો નથી. દવાખાનામાંથી પણ લોકો માટે કામ કર્યું છે. બાળાસાહેબના વિચારોને આગળ લઈ જઈ રહ્યા છીએ. આ બાળા સાહેબની જ શિવસેના છે. પહેલાની અને અત્યારની શિવસેનામાં ફરક શું છે. ? કેટલાક ધારાસભ્યોએ અમારો સંપર્ક કર્યો છે. મેં મારી જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી છે. મારી પાસે કોઈ અનુભવ નહોતો. પરંતુ શરદ પવાર અને સોનિયા ગાંધીને મળીને રાજકારણમાં આગળ કામ કર્યું.

READ ALSO

Related posts

નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે

Hardik Hingu

મોદીના સૌજન્યની પ્રસંશા, તેજસ્વીને ફોન કર્યો : ટોચના નેતાઓ પણ ચિંતામાં

Hardik Hingu

બ્રિટનના નવા પીએમના દાવેદારોમાં ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ ટોચ પર, શું રચાશે નવો ઇતિહાસ?

GSTV Web Desk
GSTV