GSTV
Home » News » મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યમાં પણ કોંગ્રેસ સરકાર બનાવવા માટે તૈયાર, મોદી-શાહની ચાણક્ય નીતિનુું થશે સૂરસૂરિયું

મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યમાં પણ કોંગ્રેસ સરકાર બનાવવા માટે તૈયાર, મોદી-શાહની ચાણક્ય નીતિનુું થશે સૂરસૂરિયું

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપીની સરકાર બનવાથી, કોંગ્રેસ જોશમાં આવી ગયું છે. ત્યારે હવે કોંગ્રેસને લાગે છે કે કર્ણાટકમાં તેઓ ફરી સત્તા પર આવી શકે છે. હુબલીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે રવિવારે કહ્યું કે કર્ણાટકમાં જેડીએસની સાથે સરકાર બનાવવા માટે વિકલ્પ ખુલો છે.

તેઓએ કહ્યું કે લોકતંત્રની સુરક્ષાને લઈને કોંગ્રેસ ચિંતિત છે. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે 9 ડિસેમ્બર સુધી રાહ જુઓ, અમને સમર્થન આપો બદલામાં અમે તમને એક સારા સમાચારી આપીશું. કર્ણાટક વિધાનસભાની બેઠક પર થયેલી પેટા ચૂંટણીના પરિણામ 9 ડિસેમ્બરે જાહેર થવાના છે.

15 બેઠક પર થયેલી પેટા ચૂંટણીમાં 128 અપક્ષ ઉમેદવાર સહિત કુલ 248 ઉમેદવારના નસીબ ઈવીએમમાં બંધ છે. જુલાઈમાં તત્કાલિન ગઠબંધન સરકાર વિરૂદ્ધ કોંગ્રેસના 14 અને જેડીએસના ત્રણ બળવાખોર ધારાસભ્યોએ પોતપોતાની સીટ પરથી રાજીનામું આપી દીધું હતું જે બાદ તેઓને અયોગ્ય ગણાવવામાં આવ્યા હતા જેના કારણે આ સીટ પર પેટા ચૂંટણી થઈ હતી.

READ ALSO

Related posts

Vivo V17 ભારતમાં થશે આજે લોન્ચ, તેના દમદાર ફીચર્સ અને કિંમત જાણી થશો ખુશખુશાલ

Dharika Jansari

32 વર્ષના નરાધમ ઢગાએ 5 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાંખી, જંગલમાંથી મળ્યો બાળકીનો મૃતદેહ

Mayur

માત્ર 4 લાખ રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, સરકાર આપશે 80 % લોન અને દર મહિને થશે 50 હજાર રૂપિયાનો નફો

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!