GSTV
Home » News » ભાજપ માટે આવ્યા મોટા રાહતના સમાચાર, આ રાજ્યમાં 67માંથી 66 બેઠકો જીતી

ભાજપ માટે આવ્યા મોટા રાહતના સમાચાર, આ રાજ્યમાં 67માંથી 66 બેઠકો જીતી

ત્રણ રાજ્યોમાં ભાજપને મળેલા પરાજય બાદ હવે ત્રિપુરાથી ભાજપ માટે ખુશખબર આવી છે. અગરતલા મ્યૂનિસિપલ કોર્પોરેશન અને અલગ-અલગ નગરપાલિકાઓની ખાલી બેઠકો પર થયેલી પેટા ચૂંટણીમાં ભાજપે જીત પ્રાપ્ત કરી છે. ભાજપના ઉમેદવારોએ અહીં 67માંથી 66 બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે. ભાજપના નેતા આ જીતની ઉજવણી મનાવી રહ્યાં છે. તો સીપીઆઈએ તેને હાસ્યાપદ ચૂંટણી જાહેર કરી દીધી છે.

અગરતલા મ્યૂનિસિપલ કોર્પોરેશન અને અલગ-અલગ નગરપાલિકા માટે ગુરૂવારે મતદાન કરવામાં આવ્યું હતું અને શુક્રવારે તેના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતાં. પાનીસાગર પંચાયતની બેઠક પર સીપીઆઈએ જીત પ્રાપ્ત કરી છે.

આ સિવાય બધી 67 બેઠકોમાંથી 66 બેઠકો પર ભાજપે જીત પ્રાપ્ત કરી છે. માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના નેતા પ્રબિત્ર કારે આખી ચૂંટણીને હાસ્યાપદ જણાવી તેને લોકશાહીની હત્યા ગણાવી છે. પ્રબિત્ર કારે કહ્યું કે પાર્ટી આ ચૂંટણીના વિરોધમાં પ્રદર્શન કરશે. ભાજપ આ અગાઉ 91 બેઠકો પર નિર્વિરોધ જીતી હતી.

READ ALSO

Related posts

OMG : લગ્ન જે પંડિતે કરાવ્યા હતા, તેની સાથે જ ભાગી ગઈ દુલ્હન…

pratik shah

દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ

Mayur

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!