GSTV
Home » News » કેગના રિપોર્ટ બાદ કેજરીવાલે કહ્યુ છે કે દોષિતોને બક્ષવામાં નહીં આવે

કેગના રિપોર્ટ બાદ કેજરીવાલે કહ્યુ છે કે દોષિતોને બક્ષવામાં નહીં આવે

કેગ રિપોર્ટ દ્વારા દિલ્હીમાં રાશન ગોટાળાનો ખુલાસો થયો છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે દોષિતોને બક્ષવામાં નહીં આવે. મહત્વપૂર્ણ છે કે ત્રણ ભાગ ધરાવતા કેગના રિપોર્ટમાં દિલ્હી સરકારના વિભિન્ન વિભાગોમાં કુપ્રબંધન અને અનિયમિતતાઓ દ્વારા આર્થિક નુકસાન થવાની અને જનતાનું અહિત થવાની વાતો સામે આવી છે.

કેગના રિપોર્ટ દ્વારા ગડબડો ઉજાગર થયા બાદ હવે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની વાત જણાવી છે. સૂત્રોનું કહેવું છે કે કેજરીવાલ સરકાર કેગના રિપોર્ટ સાથે જોડાયેલા પચાસ મામલાઓમાં સીબીઆઈની તપાસ કરાવવા પર વિચારણા કરી રહી છે. મંગળવારે દિલ્હી વિધાનસભામાં નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા દ્વારા 2016-17નો કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

કેજરીવાલે સમાજ કલ્યાણ યોજનાઓ પર કેગના રિપોર્ટને ટાંકીને દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પર આડકતરું નિશાન સાધતા કહ્યુ છે કે દિલ્હીમાં રાશન માફિયા સંપૂર્ણપણે હાવી છે. જો સરકારી રાશનની હોમ ડિલિવરી થાત. તો માફિયાઓનો ખાત્મો થઈ જાત.  કેગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં રેશનિંગ વિતરણની વ્યવસ્થા સંપૂર્ણપણે માફિયાઓના સકંજામાં છે. અને તેમને રાજકીય સંરક્ષણ પણ મળેલું છે. રિપોર્ટમાં બાઈક અને દ્વિચક્રી વાહનો દ્વારા રાશન વિતરણનો ખુલાસો થયો છે.

કેગના રિપોર્ટ મુજબ દિલ્હી પરિવહન નિગમની 2682 બસો વગર ઈન્સ્યોરન્સે દોડી રહી છે. તેના કારણે નિગમની બસોને 10.34 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચુક્યું છે. પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. દિલ્હી ટ્રાન્સકો લિમિટેડની બેદરકારીને કારણે કરોડો રૂપિયાનું મહેસૂલી નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે. તપાસ અને નક્કકર યોજના વગર ગ્રિડ લગાવવા માટે જમીન ખરીદી કરાઈ હોવાનું જણાવીને ડીડીએ દ્વારા આના માટે 11.62 કરોડ રૂપિયાની ચુકવણી થઈ ચુકી હોવાનું પણ જણાવાયું છે. પરંતુ હજી સુધી ગ્રિડ લગાવાઈ નથી.

કેગના રિપોર્ટ મુજબ અધિકારીઓની બેદરકારીને કારણે દિલ્હી પાવર કંપની લિમિટેડને 60 કરોડ રૂપિયાનો દંડ ચુકવવો પડયો છે. તો 68 બ્લડબેંકોમાંથી 32 પાસે કાયદેસરના લાયસન્સ નથી. કેગના રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે સ્વચ્છ ભારત મિશન હેઠળ 40.31 કરોડ રૂપિયાનું બજેટ હોવા છતાં અઢી વર્ષોમાં દિલ્હીમાં એકપણ જાહેર શૌચાલયનું નિર્માણ કરાયું નથી.

દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર શિક્ષણમાં ઉલ્લેખનીય સુધારાનો દાવો કરે છે. પરંતુ કેગ રિપોર્ટ જણાવે છે કે ત્રણ જિલ્લામાં લગભગ આઠ હજાર વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ માટેની કોઈ સુવિધા વિકસિત કરાઈ નથી. 6  જિલ્લાઓમાં ખેલ સુવિધાના નામ પર માત્ર સ્વિમિંગ પુલ જ ઉપલબ્ધ છે. રિપોર્ટમાં વન વિભાગ સંદર્ભે જણાવાયું છે કે તેમણે વૃક્ષારોપણનું પોતાનું નિર્ધારીત લક્ષ્યાંક પણ પૂર્ણ કર્યું નથી. કરવામાં આવેલા વૃક્ષારોપણમાંથી 23 ટકા છોડને બચાવી શકાયા નથી.

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!