GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

હવે, કૃષ્ણાના શોમાં જોવા મળશે કપિલની જૂની ટીમ મેમ્બર્સ

હિન્દીમાં કહેવત છે કે, ”દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ”. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે થયેલા વિવાદ બાદ સુનીલની સાથે સાથે કપિલના શોના કલાકારોએ કપિલના શોથી દૂર થયા હતા. જે પછી કપિલે તમને મનાવવાના ખૂબ જ પ્રયત્ન કર્યા હતા. પરંતુ તે પછી પણ તેઓ શોમાં પરત ફર્યા ન હતા. એવામાં કપિલની સાથે બદલો લેવા માટે આ દરેક કલાકારાઓ કપિલના સૌથી મોટા પ્રતિસ્પર્ધી કૃષ્ણા અભિષેકની સાથે હાથ મળાવ્યો છે. જી હા, કૃષ્ણા અભિષેક કૉમેડી કંપનીના નામથી એક કૉમેડી શોમાં જોવા મળશે. જેના તેની સાથે કપિલ શર્માની જૂની ટીમ પણ જોવા મળશે.

સૂત્રોનુસાર, કપિલ શર્મા શોના ક્રિએટિવ ડિરેક્ટર રહેલી પ્રીતિ સિમોન્સ અને અલી અસગર હવે કૃષ્ણા અભિષેકની સાથે કામ કરતા જોવા મળશે. જ્યારે સુંગધા મિશ્રા અને સંકેત ભોસંલે પહેલા જ કૃષ્ણાના શોનો ભાગ બની ગયા છે. એવામાં લાગી રહ્યુ છે, સુનીલ પણ આ શોનો ભાગ બની શકે છે. કેમકે સુનીલને આ શોમાં ઇન્ટરસ્ટ છે પરંતુ હજુ સુધી તેને હા પાડી નથી. એવામાં જો સુનીલ કૃષ્ણાની સાથે કામ કરે તો કપિલની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. કેમકે કપિલના ખરાબ વ્યવહારને કારણે શોની TRP પર ખૂબ જ અસર પડી છે. એટલુ જ નહી કૃષ્ણાનો શો કપિલના શોને રિપ્લેસ કરી શકે છે.

હાલમાં સુનીલે સલમાનની સાથે મળીને બે કલાકનો ‘સુપરનાઇટ વિથ ટ્યૂબલાઇટ’ નામનો એક શો કર્યો છે જે સોની ટીવી પર બતાવવામાં આવશે. સલમાન અને સુનીલનો આ શો 18 જૂનના એ જ સમયે ટેલિકાસ્ટ થશે જ્યારે કપિલ શર્માનો શો આવે છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

તારક મહેતા… શોમાં આવ્યો નવો વળાંક, જેઠાલાલ બબીતાને ફાટી નિકળેલા તોફાનોમાં ફસાયેલાઓને બચાવી શકશે?

Dilip Patel

સુશાંત બાદ વધુ એક ફેમસ એક્ટરે કરી આત્મહત્યા, ઘરમાં લટકતી મળી લાશ

Bansari

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!