કબીર સિંહની સફળતા પછી શાહિદ કપૂરની કરિયર ટ્રેક પર ચઢી ગઈ છે. સંદિપ વાંગાના નિર્દેશનમાં બનેલી કબીર સિંહ બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. તેલુગુ સુપરહિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક કબીર સિંહે શાહિદના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ આપી છે.

કેટલાક દિવસ પહેલાં શાહિદે કહ્યું હતું કે, તેની પાસે કોઈ ફિલ્મ નથી. પરંતુ કબીર સિંહની સફળતા પછી તેની પાસે ઘણી ફિલ્મોની ઓફર આવી છે. સમાચાર છે કે શાહિદ વધુ એક સાઉથ રિમેકમાં કામ કરશે. મીડિયા રિપોર્ટ મુજબ, કરણ જોહરે તેલુગુ એક્ટર નાની કી હાલિયા રિલીઝ જર્સીના હિન્દી રિમેક રાઈટ્સ ખરીદી લીધા છે. આ રિમેક માટે કરણ જોહર શાહિદ કપૂરને લે તેનું પ્લાનિંગ થઈ રહ્યું છે.

કરણ આ મૂવીને પ્રોડ્યૂસ કરી રહ્યો છે. જોકે આ ફિલ્મની કાસ્ટિંગને લઈ કોઈ ઓફિશિયલ જાણકારી મળી નથી. જર્સીને ગૌતમ તિન્નાનુરીને ડાયરેક્ટ કરી હતી. આ મૂવી સુપરહિટ હતી. સ્પોર્ટસ્ ડ્રામા ફિલ્મમાં નાનીએ એક ક્રિકેટરનો રોલ કર્યો હતો. ફિલ્મમાં ઈમોશનલ એંગ્લ પણ બતાવવામાં આવ્યો છે.

જર્સી આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થઈ હતી. મૂવીને પબ્લિકને સારો રિસ્પોન્સ મળ્યો હતો. કરણ અત્યારે તખ્તને લઈ વ્યસ્ત છે. આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. જેમાં રણવીર સિંહ, વિક્કી કોશલ, જાહ્નવી કપૂર, કરીના કપૂર, આલિયા ભટ્ટ અને ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં છે. બીજી બાજુ શાહિદ કબીરસિંહની સફળતાને એન્જોય કરી રહ્યો છે. તાજેતરમાં જ ભાઈ ઈશાન સાથે એક ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે.
Read Also
- સાનિયા મિર્ઝાની બહેને કહ્યું ‘કબૂલ હૈ’, અને જીવન ભર માટે બની ગઈ આ દિગ્ગજ ક્રિકેટરના પુત્રની સંગીની
- ડોક્યુમેન્ટ વિના પણ બની જશે તમારુ આધાર કાર્ડ, UIDAIએ શરૂ કરી આ નવી સુવિધા
- SBIના ગ્રાહકો માટે છેલ્લી તક : આ એટીએમ કાર્ડ થઈ જશે બ્લોક, 31મી ડિસેમ્બર સુધી છે સમય
- 15 ડિસેમ્બરથી બદલાઇ જશે કેશ ટ્રાન્જેક્શનના નિયમો, જાણી લો નહી તો ભરાશો
- ફ્રી કૉલ અને ડેટાના દિવસો ગયાં, હજુ વધુ મોંઘા થઇ જશે ટેરિફ પ્લાન્સ