વરૂણ ધવન એક પછી એક ફિલ્મો સાઇન કરતો જાય છે. હાલમાં જ તેણે શશાંક ખેતાનની એક કોમેડી ફિલ્મ સાઇન કરી છે. વરૂણની છેલ્લી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર ૩’ બોક્સ ઓફિસ પર ધારેલું પરિણામ મેળવી શકી ન હોતી. આ ફિલ્મ રૂપિયા૧૦૦ કરોડના કલેકશન સુધી પણ પહોંચી શકી ન હોતી. વરુણ કોમેડી ફિલ્મ આસાનીથી કરી શકે છે. તેની ‘જુડવા ટુ’એ ઘણી કમાણી કરી હતી.
અરુણ ખેતપાલની બાયોપિક કરી છે સાઇન
તેને કોમેડી એટલી બધી પસંદ છે અને તે એટલા ગંભીરતાથી લે છે કે તેને સ્ટેન્ડઅપ કોમેડિયન પર પણ ફિલ્મ કરવાની ઇચ્છા છે. તે કપિલ શર્માનો શો તેમજ અન્ય સ્ટેન્ડઅપ શો ગંભીરતાથી જુવે છે. વરૂણ ધવને શ્રીરામરાઘવની એક ગંભીર વિષયક ફિલ્મ જે ડિફેન્સ પર આધારિત અરૂણ ખેતપાલની બાયોપિક સાઇન કરી છે. આ પછી તે ફરી કોમેડી તરફ વળ્યો છે અને શશાંક ખેતાનની કોમેડી ફિલ્મ સાઇન કરી.
તેની ફિલ્મોની નિષ્ફળતાથી પણ વરુણ જિંદગીના નવા પાઠ શીખે છે. તેનું કહેવું છે કે, તેનો પરિવાર મનોરંજન દુનિયા સાથે જોડાયેલો છે અને તે અનુભવે શીખ્યો છે કે ફ્લોપ ફિલ્મોથી નિરાશ ન થતાં તેમાંથી નવો પાઠ લેવો.
Read Also
- Amritsar/ સુવર્ણ મંદિર પાસે બોમ્બ મુકાયાની માહિતી, સમગ્ર પંજાબમાં રેડ એલર્ટ
- Train Accidents: વર્ષ 2012 પછી થયેલા મોટા ટ્રેન અકસ્માત, જેણે રેલ મુસાફરોના મનમાં ડર પેદા કર્યો
- Train Accidents: વિકૃત મૃતદેહો, ખડી પડેલા ડબ્બા, પીડાથી કણસતા લોકો, ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં મોતનો આંક પહોંચ્યો 237, 900થી વધુ લોકો ઘાયલ
- Odisha Train Accident / ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં મોતનો આંકડો વધીને 70 થયો, 350થી વધુ ઘાયલ
- કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના અકસ્માતના પગલે ટ્રેનની સેફ્ટી સિસ્ટમ કવચ સામે સવાલ, સિસ્ટમે કામ ન કર્યું કે હતી જ નહીં