GSTV
Home » News » Jio બાદ હવે આ ટેલિકોમ કંપનીના ગ્રાહકોને મોટો ઝટકો, રિચાર્જ કરાવવું પડી જશે મોંઘુ

Jio બાદ હવે આ ટેલિકોમ કંપનીના ગ્રાહકોને મોટો ઝટકો, રિચાર્જ કરાવવું પડી જશે મોંઘુ

રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઇડિયા બાદ ભારત સંચાર નિગમ લિમિટેડે (BSNL) પણ પોતાના પ્લાન્સની કિંમતો વધારવાની ઘોષણા કરી છે. સૌપ્રથમ વોડાફોન-આઇડિયાએ એજીઆર પેમેન્ટ અને સારી સર્વિસનો હવાલો આપતાં એક ડિસેમ્બરથી ટેરિફ પ્લાન મોંઘા કરવાની ઘોષણા કરી છે અને તે બાદ એરટેલે અને પછી મંગળવારે રિલાયન્સ જિયોએ પણ કહ્યું કે આગામી બે અઠવાડિયામાં તેના ટેરિફ પ્લાન્સ મોંઘા થશે.

એક રિપોર્ટ અનુસાર, BSNLએ તેમ પણ કહ્યું છે કે ડિસેમ્બર પર તેના પ્લાન્સ મોંઘા થશે. BSNLના એક વરિષ્ઠ અધિકારીના હવાલે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક ડિસેમ્બરથી કંપનીના તમામ પ્લાન મોંઘા થશે. જો કે તેમણે નવી કિંમતો જણાવવાથી ઇન્કાર કરી દીધો છે.

જણાવી દઇએ કે BSNL અને MTNL આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા છે.રિપોર્ટસમાં કહેવામાં આવી રહ્યું છે કે સેવાઓ આપવા અને કર્મચારીઓને વેતન આપવા માટે કંપની પાસે રૂપિયા નથી. અનેક કર્મચારીઓ પાસેથી વીઆરએસ પણ લેવામાં આવી રહ્યાં છે.

એજીઆરથી મચી બબાલ

ટેલિકોમ કંપનીઓના ટેરિફ મોંઘા થવા પાછળ એજીઆર છે. થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે વોડાફોન આઇડિયાને એજીઆર રૂપે 44,200 કરોડ રૂપિયા એજીઆર 90 દિવસની અંદર ચુકવવા કહ્યું છે.

જણાવી દઇએ કે વોડાફોન આઇડિયા અને ભારતી એરટેલે પહેલાં જ ઘોષણા કરી દીધી હતી કે તે ડિસેમ્બરની શરૂઆતમાં જ પોતાના મોબાઇલ પ્લાન્સ અને ટેરિફમાં વધારો કરશે. સાથે જ મંગળવારે રિલાયન્સ જિયોએ પણ પોતાના હરિફોની રાહ પર ચાલતાં ઘોષણા કરી કે આવનારા સમયમાં કંપની મોબાઇલ પ્લાન્સના ટેરિફમાં વધારો કરશે.

Read Also

Related posts

દેશને રોવડાવનારી મંદી અને ડુંગળી નિર્મલા સીતારમણને ન નડી, વિશ્વની શક્તિશાળી મહિલાઓમાં મળ્યું સ્થાન

Bansari

રોહિત શર્મા બન્યા La Liga ના બ્રાન્ડ એમ્બેસેડર, સાથે જણાવ્યું, આ ક્રિકેટર છે ટીમનો બેસ્ટ ફૂટબૉલર

NIsha Patel

ભાજપની કુનીતિઓને કારણે આવેલી મંદીના પરિણામે આવક ઝીરો, 3 વર્ષથી મોંઘવારી ઉચ્ચત્તમ સ્તરે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!