GSTV
India News World ટોપ સ્ટોરી

ભારત ચીન સૈન્ય અથડામણ બાદ અમેરિકાની શાંતિ જાળવવાની ‘શાણી સલાહ’, કહ્યું: શાંતિ જાળવો

ભારત અને ચીન વચ્ચે લદ્દાખના પૂર્વ હિસ્સામાં ચાલી રહેલા સંઘર્ષે 15-16 તારીખની મધરાતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ગલવાલ ખીણ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

અમેરિકાની બંને દેશોને ‘શાણી સલાહ’

જોકે, આ અથડામણ બાદ, કાયમથી ચીનનું કટ્ટર વિરોધી રહેલા અમેરિકા ભારતને ‘શાણી સલાહ’ આપવાનું ચૂક્યું ન હતું. અથડામણ બાદ અમેરિકાએ બંને દેશોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

15મે ની મોડી રાત્રે થઇ હતી અથડામણ

ઉલ્લેખનીય છે કે, 15મે ની મોડી રાત્રે થયેલ અથડામણમાં ભારતના 20 સૈનિકો શહિદ થયા હોવાનું ઈન્ડિયન આર્મીએ જણાવ્યું હતું. આ લડાઈ ઘણા કલાકો સુધી ચાલી હતી.  બીજી તરફ ચીનને પણ ભારે નુકસાન થયું છે. ચીનના 43 સૈનિકો માર્યા ગયા છે અથવા તો ઘાયલ થયા છે.

ચીન

શહીદ ભારતીય જવાનોના પરિવારજનો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના

ભારત અને ચીનના સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ હવે અમેરિકાએ બંને દેશોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. અમેરિકાના ગૃહ વિભાગે હિંસામાં શહીદ થયેલા ભારતના જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

બંને દેશ પાછળ હટે તેવી અમેરિકાની ઈચ્છા

અમેરિકાએ જણાવ્યું કે ભારત અને ચીન બંનેએ પાછળ હટવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને અમે હાલની સ્થિતિમાં શાંતિપૂર્ણ સમાધાનનું સમર્થન કરીએ છીએ. 2 જૂનના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં બંને દેશોએ ભારત અને ચીનની સરહદ પરની સ્થિતિ મુદ્દે ચર્ચા કરી હતી. અમે એલએસી પર ભારત અને ચીનના સૈન્યની સ્થિતિને મોનિટર કરી રહ્યા છીએ.

Related posts

આ 7 જજ આગામી 6 મહિનામાં સુપ્રીમ કોર્ટ(Supreme Court)માંથી નિવૃત્ત થશે, જેમાંથી ત્રણ છે કોલેજિયમના સભ્યો

Padma Patel

BIG NEWS: મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લવાશે, સરકારી અધિકારીનો બંગલો પચાવી પાડવા મુદ્દે નોંધાઈ છે ફરિયાદ

pratikshah

ખોટા કેસમાં સપડાયેલ નિર્દોષોને આખરે મળ્યો ન્યાય, આરોપી પોલીસકર્મીઓને સજા

Siddhi Sheth
GSTV