GSTV
Home » News » ભારે બફારા બાદ વાતાવરણમાં આવ્યો પલટો, રાજ્યના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

ભારે બફારા બાદ વાતાવરણમાં આવ્યો પલટો, રાજ્યના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

સવારથી સખત ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો..રાપરના રવ.. નંદગામ..ડાવરી…ગઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. નવસારીમાં ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા.

શહેરના લાઈબ્રેરી. પ્રજાપતિ આશ્રમ.. કુંભારવાડ.. લૂન્સિકુઇ… જૂનાથાના વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.લુન્સિ કૂઈના સરબતીયા તળાવ પાસે ખાણી પીણીની લારીઓ નજીક પણ પાણી ભરાયું હતુ..વરસાદી પાણી ભરવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. વાપી..દમણ અને સેલવાસમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.વરસાદના કારણે ટુ-વ્હિલર વાહન ચાલકો પરેશાન થયા હતા. દિવસ દરમિયાન ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી. રાજ્યના હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે..પાટણમાં ધીમીધારે વરસાદનું આગમન થયું હતુ.

અતિશય બફારા વચ્ચે ધીમીધારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.તો જીલ્લામા પૂર્વથી દક્ષિણ પશ્ચિમ તરફ મીની વાવાઝોડું ફૂંકાયું હતું. રાજ્યના સરહદી સુઇગામ..વાવ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટું પડયું હતુ.ગરમી અને ઉકળાટ વચ્ચે બપોરબાદ વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.વાવાઝોડાને લીધે બાજરી જુવારના પાકનો સોથ વળી ગયો હતો.તો કેટલીક જગ્યાએ ભારે પવનથી વૃક્ષો પણ પડી ગયાં હતા. નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી ઉકળાટભર્યા વાતાવરણ બાદ આકાશમાં વાદળો ઘેરાયા છે.

બપોર બાદ વાદળછાયુ વાતાવરણ થતા મેઘરાજાની એન્ટ્રીની શક્યતા છે.નવસારી જિલ્લામાં ગત સાંજે ભારે બફારા બાદ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સુરતમાં ફરી વરસાદનું આગમન થયું હતુ.અઠવાલાઇન્સ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો..વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.તો સોસાયટી અને કંપાઉન્ડમાં પાણી ભરાયા હતા.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં ખૈબરમાં ખોદકામ દરમ્યાન મળ્યા હજારો વર્ષો જુના હિન્દુ સંસ્કૃતિના અવશેષો, જાણો

pratik shah

પહેલી ડે નાઈટ ટેસ્ટને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ, બરોડામાં કરાયું અનોખું આયોજન

Nilesh Jethva

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ બનાવી રહી છે વેબસાઈટ, એક ક્લિકે મળશે દરેક કાર્યકર્તાની માહિતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!