GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

વલસાડમાં અનરાધાર વરસાદ, ઔરંગા નદી ગાંડીતૂર બનતા અનેક ઘરોમાં પાણી ભરાયા

વલસાડમાં અનરાધાર વરસાદના કારણે ઔરંગા નદી ગાંડીતૂર બની છે. જેથી વલસાડના કાશ્મીરાનગરમાં ઔરંગા નદીના પાણી ઘરોમાં ઘૂસ્યા છે. પોલીસેના જવાનોએ 100થી વધુ પરિવારોનું રેસ્કયુ કરી તેમને સલામત સ્થળે ખસેડ્યા છે. રેસ્કયુની કાર્યવાહી દરમ્યાન Ndrf ની ટિમ પણ જોડાઈ હતી. દરિયામાં ભરતી હોવાથી દરિયાના પાણી નદીમાં આવ્યા છે. જેથી ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે.

દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ઓરંગા નદીના ઓવરબ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. વાહન ચાલકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કિમતી સમય ઓવરબ્રિજ પર વતાવવાની ફરજ પડી છે.

ચોપાટી પાણીમાં ડૂબી

ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બીલીમોરાના બંદરરોડ વિસ્તારમાં અંબિકા નદીના પાણી ફરી વળતાં લોકોને હરવાફરવા માટે બનાવવામાં આવેલી ચોપાટી પાણીમાં ડૂબી ગઈ છે, જે દ્રશ્યોને જોવા લોકો નદી કિનારે ઉમટી પડ્યા છે. અંબિકા નદીમાં ઘોડાપૂરને કારણે સામે કાંઠે આવેલ ઘોલ ગામનો સંપર્ક તૂટી ગયો છે. ત્યારે ઘોલ ગામના લોકોને આવવા જવા માટે હોડીનો ઉપયોગ કરવાની ફરજ પડી છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!