GSTV
Home » News » બિહાર, અસમ અને મેઘાલયમાં પૂરનું સંકટ યથાવત, ત્રણેય રાજ્યોમાં મૃતકોની સંખ્યા વધીને 123 થઈ

બિહાર, અસમ અને મેઘાલયમાં પૂરનું સંકટ યથાવત, ત્રણેય રાજ્યોમાં મૃતકોની સંખ્યા વધીને 123 થઈ

બિહાર, અસમ અને મેઘાલયમાં પૂરનું સંકટ યથાવત છે. આ ત્રણેય રાજ્યોમાં મૃતકોની સંખ્યા વધીને 123 પર પહોંચી ગઈ છે. સૌથી વધુ ગંભીર સ્થિતિ બિહારમાં છે. બિહારમાં 12 જિલ્લામાં 47 લાખ લોકો પ્રભાવિત છે. અને 78 લોકોનાં મોત થયા છે. બિહારના સીતામઢીમાં 18  અને મધુબનીમાં 14 લોકોનાં મોત થયા છે. અસમના 29 જિલ્લા પૂર પ્રકોપથી પ્રભાવિત થયા છે. જ્યાં 54 લાખ લોકો પોતાના ઘર છોડવા  મજબૂર બન્યા છે.

બરપેટામાં 13.48 લાખ લોકો બેઘર બન્યા છે. અસમમાં 36 લોકોનાં મોત થયાં છે. તો મેઘાલયમાં પણ દોઢ લાખ લોકો  પ્રભાવિત થયા છે. બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ ગૌહાટી સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં ખતરાની નિશાનીથી ઉપર વહી રહી  છે.

માનસ નેશનલ પાર્ક ને પોબિતોરા વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીનો મોટો ભાગ પાણીમાં છે. તો કાઝીરંગા નેશનલ પાર્કમાં 50થી વધુ જાનવરોનાં  મોત થયા હોવાના અહેવાલ છે. પ્રશાસને લોકો માટે 1080 રાહત કેમ્પ અને 689 રાહત સામગ્રી વિતરણ કેન્દ્રો ઉભા કર્યા છે.

Read Also

Related posts

અલવરમાં ફરી મૉબ લિંચિંગની ઘટના બની, ગોતસ્કરીના શકમાં ભીડે શખ્સને જોરદાર માર્યો

Mansi Patel

નીતિન પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસના આ બે દિગ્ગજ ધારાસભ્યો પહોંચ્યા: નવા જૂની થવાના એંધાણ

Mayur

‘અમે આ જ ઇચ્છતાં હતા’ ટી-20માં કારમા પરાજય બાદ આ શું બોલી ગયો કોહલી!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!