GSTV
Home » News » 60 વર્ષ સુધી લીવ ઈન રિલેશનશીપમાં રહ્યા બાદ આ યુગલે કર્યા લગ્ન

60 વર્ષ સુધી લીવ ઈન રિલેશનશીપમાં રહ્યા બાદ આ યુગલે કર્યા લગ્ન

આજના આધુનિક યુગમાં કેટલાય યુવાઓ લીવ ઈન રિલેશનશીપમાં રહેવા ઈચ્છતા હોય છે. પરંતુ શું તમે માની શકો છે કે કોઈ યુગલ 60 વર્ષ સુધી લીવઈન રિલેશનશીપમાં રહ્યા હોય. અને જીવનની ઢળતી સંધ્યાએ તે યુગલ લગ્ન કરે તે જાણીને આશ્ચર્ય થાય.

પણ આ હકીકત છે,વાત સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની છે. જ્યાં આ આદિવાસી યુગલ 60 વર્ષ સુધી લીવ ઈન રિલેશનશીપમાં રહ્યું હતુ અને હવે તેમણે લગ્ન કર્યા છે. દુલ્હા દાદાની ઉમંર 75 વર્ષની છે. તો દુલ્હન દાદીની ઉમંર 70 વર્ષની છે.

દાદા-દાદીના આ લગ્નમાં તેમના દીકરા, વહુ, પૌત્ર-પૌત્રીઓ પણ નાચ્યા હતા. 60 વર્ષના લીવ ઈન રિલેશન દરમિયાન તેમને ઘરે 9 સંતાનોએ જન્મ લીધો હતો. અને તેઓ પણ મોટા થઈ ગયા છે. અને તેમને ત્યાં પણ બાળકો છે.

આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે આ યુગલે અત્યાર સુધી લગ્ન કર્યા ન હતા. જોકે આદિવાસી સમાજમાં આ એક પરંપરા રહી છે.  ઘણી જગ્યાએ આદિવાસી સમાજમાં લોકો આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો લગ્ન કરતાં નથી. પણ એકબીજા સાથે સમજૂતીથી રહે છે.

અને લગ્ન વગર દાંપત્યજીવન ગાળી સંસાર ચલાવે છે. તો તેમના દીકરા-દીકરીઓની પણ આવી જ સ્થિતિ હોય છે. અને જ્યારે આર્થિક રીતે સદ્ધર થાય ત્યારે લગ્ન કરતા હોય છે. જોકે જેઓ પહેલેથી જ આર્થિક રીતે સદ્ધર હોય તેઓ લગ્ન કરીને દાંપત્યજીવન શરૂ કરતા હોય છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા પર કાબૂ મેળવવા અરવિંદ કેજરીવાલે બોલાવી ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક

Arohi

ફટકાર ખાધા બાદ પણ સુધર્યું નથી પાકિસ્તાન, ફરી વખત આ સંમેલનમાં જમ્મુ કાશ્મીરનો ઉઠાવશે મુદ્દે

Ankita Trada

અમેરિકાની સાથે થઈ 3 અબજ ડોલરની ડિફેન્સ ડીલ, ડોનાલ્ડ ટ્રંપે આતંકવાદ માટે પાકિસ્તાનની કરી આકરી ટીકા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!