GSTV
Home » News » ગુજરાત બાદ હવે ભારતમાં પણ મોદી અને શાહની જુગલબંધી સાથે કામ કરશે

ગુજરાત બાદ હવે ભારતમાં પણ મોદી અને શાહની જુગલબંધી સાથે કામ કરશે

નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને અમિત શાહની ચાણક્ય નીતિએ ભાજપને ફરીથી ઐતિહાસિક બહુમત અપાવ્યો. બંને ગુજરાતી નેતાઓની જુગલબંધીએ દેશમાં ફરીથી સત્તા બનાવી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આ વખતે પહેલી વખત લોકસભા ચૂંટણી લડ્યા. અને ગાંધીનગર બેઠક પરથી ભારે બહુમતીથી જીત્યા. અને હવે તેમનો મોદી પાર્ટ-ટુમાં કેબિનેટમાં સમાવેશ થયો છે.

ત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે અમિત શાહ તેમની સાથે કામ કરી ચૂક્યા છે. વર્ષ 2002માં પહેલી વખત અમિત શાહ ગુજરાત સરકારમાં નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાનના કાર્યકાળમાં પ્રધાન બન્યા હતા. તે સમયે અમિત શાહે ગૃહ, પરિવહન, કાયદા, એક્સાઈઝ અને પંચાયતી રાજ જેવા 12 વિભાગોની જવાબદારી સંભાળી હતી.

ગુજરાતમાં અમિત શાહ ગૃહ પ્રધાન રહ્યા તે સમયે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. રાજ્યની પોલીસને આધુનિક બનાવવાનું કામ કર્યું હતું. પહેલી આધુનિક ફોરેન્સિક લેબ તૈયાર કરાઈ હતી. સાથે જે હાઈવે પર અકસ્માતમાં ઘટાડો કરવા ટ્રાફિક પેલીસને અપગ્રેડ કરાઈ હતી.

READ ALSO

Related posts

ઉત્તર પૂર્વને દેશથી અલગ કરવાનું કહેનારા શરજીલ ઇમામની ધરપકડ

Bansari

આજે ભારત ન્યૂઝીલેન્ડ ની ભૂમિ પર સૌપ્રથમ T-20I શ્રેણી જીતવાના લક્ષ્ય સાથે ઉતરશે

Mayur

ઈન્ડિયન આર્મી એક્શન મોડમાં : કાશ્મીરમાં 28 દિવસમાં છ મોટા સૈન્ય ઓપરેશન, 16 આતંકીઓ ઠાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!