ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નવી સરકાર બનાવવાની વાત કરી છે. તો બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભા બેઠક પર વિજયી બનેલા જીજ્ઞેશ મેવાણીએ જીત બાદ ભાજપ પર પ્રહાર કર્યા હતાં.
વડગામની બેઠક પર વિજયી બનેલા જીજ્ઞેશ મેવાણીએ જીત બાદ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ’23 વર્ષથી એકહથ્થુ શાસન કરનારા સામે જે લોકો લડ્યા છે તેઓ તેવા લોકો સાથે છે. અત્યારે તેઓ અપક્ષમાં છે, પરંતુ જે પક્ષો ફાંસીવાદી ભાજપને 2019માં રોકવા માંગે છે, તેવા તમામ રાજકીય પક્ષો સાથે તેઓ છે.’