GSTV
Ahmedabad Gujarat Polls 2017 ગુજરાત ટોપ સ્ટોરી

ભાજપે આ કારણોસર વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો

રાજ્યમાં ફરીથી ભાજપ સરકાર બનાવવામાં સફળ સાબિત થઈ છે. સતત 22 વર્ષથી ગુજરાતની ગાદી સંભાળી રહેલી ભાજપે ફરીથી કોંગ્રેસને માત આપી. જોકે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુજરાતમાં ગેરહાજરીમાં પાછલી ચૂંટણી કરતાં ભાજપને બેઠકો ઓછી મળી છે.

રાજ્યની રસાકસી ભરેલી ચૂંટણીના પરિણામોએ ફરીથી સાબિત કર્યું કે ગુજરાતમાં વિકાસયાત્રાનો વિજય થયો છે. જાતિવાદની રાજનીતિમાં ભાજપને થોડી બેઠકોનું નુકસાન સહન કરવું પડ્યું છે. પરંતુ બહુમત મેળવવામાં સફળ રહ્યો. રાજ્યમાં ફરીથી ભાજપને સત્તા અપાવવાનો પૂરો શ્રેય પીએમ મોદીને જાય છે. મોદી વડાપ્રધાન બન્યા બાદ રાજ્યમાં ભાજપ કમજોર મોડ પર આવી ગઈ હતી.

પરંતુ ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીએ કમાન સંભાળતા તમામ મુદ્દા પાછળ છૂટી ગયા. પીએમ મોદીએ ઝંઝાવાતી 36થી વધુ રેલીઓ સંબોધી. અને પોતાના વ્યક્તિત્વના કરિશ્માથી મતદારો સુધી સીધા પહોંચવામાં સફળ રહે છે. તેમણે દરેક ભાષણ ગુજરાતીમાં કર્યું. ગુજરાતના પુત્ર જેવા ભાવનાત્મક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

કોંગ્રેસ હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરના સહારે સત્તા મેળવવા ઈચ્છતી હતી. પરંતુ પીએમ મોદીના ચૂંટણી પ્રચારમાં આવતા કોંગ્રેસની નકારાત્મક છબી મજબૂત થઈ.

ભાજપની ચાણક્યનીતિએ કમાલ કરી. પીએમ મોદી ઉપરાંત અમિત શાહ અને અનેક દિગ્ગજ ચહેરાએ પ્રચારમાં મહત્વનું યોગદાન આપ્યું.

પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાને ગુજરાતના પુત્ર ગણાવીને સીધી પોતાની પ્રતિષ્ઠા સાથે જોડી દીધા. ગુજરાતના પીએમ મોદી અને અમિત શાહ બંને પાર્ટી માટે મોટું ફેક્ટર રહ્યા. તો કોંગ્રેસમાં રાહુલ ગાંધી ઘણી મહેનત કરી પણ કોઈ મોટો ચહેરો ગુજરાતમાં નથી. ભાજપ પાસે જમીની સ્તર પર મજબૂત બુથ કાર્યકર્તા છે.

ભાજપે પાટીદારોની કથિત નારાજગીથી થનારા નુકસાનની ભરપાઈ ઓબીસી અને આદિવાસીઓ દ્વારા કરી.

ભાજપની શહેરી બેઠકો પર પહેલેથી પકડ છે. રાજ્યમાં 25 ટકા મતદારો શેર માર્કેટ સાથે સંકળાયેલા છે. 2014માં ભાજપ કેન્દ્રમાં આવ્યા બાદ શેરબજારમાં રોનક છે. ત્યારે શેરબજાર સાથે સંકળાયેલા મતદારોનો સીધો ફાયદો ભાજપને થયો.

કોંગ્રેસને તેના નેતા મણિશંકર ઐયરનું પીએમ મોદી માટે નીચ શબ્દ વાપરવો મોટું નુકસાન કરાવી ગયું. ભાજપે ચૂંટણી પ્રચારમાં ગુજરાતમાં પહેલાની કોંગ્રેસનું સાશનની ઘટનાઓ યાદ કરી. કોંગ્રેસના શાશનમાં કાયદો વ્યવસ્થા, રમખાણો, વીજળી, રોડ રસ્તા, પાણીની સમસ્યાની યાદ અપાવીને કોંગ્રેસને ફરીથી સત્તામાં ન લાવવાની અપીલ કરી હતી.

Related posts

11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Zainul Ansari

મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો

Zainul Ansari

અમદાવાદ / ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ

Zainul Ansari
GSTV