GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ફ્રાન્સના હેકરે અાપી મોદીને ચેલેન્જ : તાકાત હોય તો જાહેર કરો ૧૨ અંકોનો નંબર

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ આર.એસ. શર્માના આધાર સાથે જોડાયેલી માહિતી લીક કર્યા બાદ હેકર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર આપ્યો છે. હેકર્સે વડાપ્રધાન મોદીને પોતાના ૧૨ અંકોનો નંબર જાહેર કરવા પડકાર આપ્યો છે. આ પડકાર ટ્રાઈ અધ્યક્ષના આધારની જાણકારી હેક કરી લીક કરનારા ફ્રાન્સના હેકર ઈલિયટ એલ્ડરસને આપી છે. એલ્ડરસને ટ્વિટ કરી કહ્યું છે કે જો વડાપ્રધાન મોદીની પાસે કોઈ આધારકાર્ડ છે, તો તેઓ તેના નંબરને જાહેર કરે.

અહીં જણાવવાનુ કે આધાર ડેટાની સુરક્ષાને લઈને વારંવાર પ્રશ્નો ઉઠી રહ્યા છે. વડાપ્રધાન પોતે કેટલીક વખત આધાર ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાની વાત કહી ચૂક્યા છે. યુઆઈડીએઆઈ સહિત કેટલીક સરકારી સંસ્થાઓ અને અધિકારીએ કેટલીક વખત ડેટા સુરક્ષિત હોવાનુ કહ્યુ છે. જ્યારે તેનાથી વિપરીત આધાર ડેટા લીક થવાની ઘટનાઓ સામે આવી છે.

શનિવારે ટ્રાઈના અધ્યક્ષ આરએસ શર્માએ પણ આધાર ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનો દાવો કરી પોતાનો ૧૨ અંકોનો આધાર નંબર જાહેર કર્યો હતો. શર્મા તરફથી આધાર નંબર જાહેર કર્યા બાદ થોડા કલાક બાદ ફ્રાન્સના સુરક્ષા વિશેષજ્ઞ ઈલિયટ એલ્ડરસને તેમના આધાર સાથે જોડાયેલી માહિતી ટ્વિટર દ્વારા જાહેર કરી દીધી હતી.

Related posts

કોરોના સંકટમાં બાળકોને મોદી સરકારની મોટી ભેટ : CBSEના સિલેબસમાં 30 ટકાનો કર્યો ઘટાડો

Ankita Trada

LACમાં ચીનની હરકત ઉપર ભારતીય વાયુસેનાની બાજનજર, સતત ચાલતો યુદ્ધાભ્યાસ

Mansi Patel

રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશરની સ્થિતિ યથાવત, 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!