GSTV
Home » News » સોનું તો ઠીક પણ ચાંદીના ભાવે શા માટે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, જવાબ છે અહીં

સોનું તો ઠીક પણ ચાંદીના ભાવે શા માટે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, જવાબ છે અહીં

સોના-ચાંદીના ભાવમાં ફરી ચળકાટ જોવા મળી રહ્યો છે. અને સોનુ અને ચાંદીએ ફરી એક વખત ઓલટાઈમ હાઈ સપાટી બનાવી છે. સોનાના ભાવ 40 હજારની સપાટીને સ્પર્શી ગયા છે તો ચાંદીના ભાવમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ટ્રેડવોર બાદ હવે કરન્સી વોર સર્જાતા સેફહેવન સોનામાં આક્રમક તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સવા છ વર્ષની ઉંચાઇએ 1515 ડોલરની સપાટી કુદાવતાની સાથે મંગળવારે સોનાના ભાવ 36,700એ ખુલ્યાં હતા જે 39,200ની સપાટીએ બંધ રહ્યાં હતા. એટલે કે એક દિવસમાં સોનાના ભાવમાં 2500 રૂપિયાની વધઘટ જોવા મળી હતી.

નિષ્ણાંતોના મતે સોનાના ભાવ દિવાળી સુધીમાં 40 હજારની સપાટીને ક્રોસ કરી શકે છે. ટ્રેડ વોર અને વૈશ્વિક અસરને પગલે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વર્ષની શરૂઆતમાં જે સોનાના ભાવ 32 હજાર નજીક હતા, તે વધીને 1લી ઓગસ્ટની આસપાસ 36 હજાર અને 13 ઓગસ્ટે 40 હજાર નજીક પહોંચી ગયા છે.

ચાંદીની કિંમતમાં પણ ચળકાટ વધ્યો હતો. અને અમદાવાદમાં એક કિલો ચાંદી 42,000એ ખુલી હતી જે 45,000ની સપાટીએ બંધ થઈ હતી. જે 10 વર્ષનો રેકોડબ્રેક ભાવ છે. ચાંદીની કિંમતમાં પણ 4 માસમાં 4 હજારનો વધારો નોંધાયો છે. બજાર એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે ચીન અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરનું સમાધાન ન નીકળવાને કારણે રોકાણકારો મોટા પ્રમાણમાં સોનામાં રોકાણ કરી રહ્યાં છે. રોકાણ માટે સોનાને શેરબજાર કરતા સુરક્ષિત માનવામાં આવે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીના સંકેતોના કારણે પણ રોકાણકારોનો વિશ્વસ શેરબજારમાં ઘટ્યો છે.

READ ALSO

Related posts

હવે નવી મુશ્કેલીમાં ફસાયા રામપુર સાંસદ આઝમ ખાન, 2 હજારથી વધારે ઝાડ કાપવાનો લાગ્યો આરોપ

Mansi Patel

આ 6 યોજના થકી જેટલી હંમેશાં દેશને યાદ રહેશે, એક યોજનાએ તો ભાજપને 2019ની ચૂંટણી જીતાવી દીધેલી

Mayur

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!