ધાનેરામાં ખેડૂતોને ટોકન મળ્યા બાદ મગફળી વેચવા માટે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. મગફળીના ટ્રેક્ટરોની 2 કી.મી. લાંબી લાઈનો લાગી હતી. ખોટી રીતે લાગવગથી ટોકનો આપી દેવાતા ખેડૂતોના ટ્રેક્ટરોનો જમાવડો થયાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે સત્વરે તંત્ર નહી જાગે તો આવતીકાલે હોબાળો થવાની બુદ્ધિજીવીઓએ ચીમકી ઉચ્ચારી છે.