GSTV
Home » News » પત્રકાર ચિરાગ પટેલની હત્યાના 4 દિવસ બાદ પોલીસે જાણકારી આપી એક ચિઠ્ઠીની

પત્રકાર ચિરાગ પટેલની હત્યાના 4 દિવસ બાદ પોલીસે જાણકારી આપી એક ચિઠ્ઠીની

ખાનગી ન્યુઝ ચેનલના કર્મચારી ચિરાગ પટેલની હત્યાના 4 દિવસ બાદ પણ કોઇ નક્કર કડી મળી નથી. જેથી પોલીસની નબળી કામગીરી સામે સવાલો સર્જાતા પોલીસ દ્વારા એક પ્રેસ સંબોધવામાં આવી છે. જેમાં પોલીસે ચિરાગ પટેલની હત્યાના કેસમાં એફએસએલ તેમજ અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તપાસ ચાલી રહી હોવાની વાત કરી છે. આ સાથે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી હોવાની વાત કરી છે.

તેમજ ચિરાગ પટેલના પાકિટમાંથી એક ચિઠ્ઠી મળી હોવાની પણ વાત કરી છે. આ સાથે પોલીસે એ વાત પણ કહી છે કે આ હત્યા છેકે આત્મહત્યા તે અંગે પણ તપાસ કરવામાં આવી છે. જે વાતનો ખુલાસો વિસેરા રિપોર્ટ બાદ જ થશે તેવી પણ પોલીસ દ્વારા સ્પષ્ટતા કરાઇ છે. પોલીસે પીએમ રિપોર્ટમાં કોઇ બળજબરી ન કરાઇ હોવાનો ખુલાસો કરાયો છે. તો આ સમગ્ર ઘટના બાદ ઘટના સ્થળે ડોગ સ્કવોડ અને એફએસએલ દ્વારા તપાસ કરાઇ હોવાની વાત કરી છે.

તો આ સાથે પોલીસે ચિરાગ પટેલના મોબાઇલના લોકેશનને લઇને સાયબર ક્રાઇમ દ્વારા પણ તપાસ કરાતી હોવાની વાત કરી છે. આમ પોલીસ દ્વારા હજુ પણ એ વાત સ્પષ્ટ નથી કે ચિરાગ પટેલની હત્યા થઇ છેકે તેણે આત્મહત્યા કરી છે ત્યારે આ સમગ્ર મામલે મૃતક ચિરાગ પટેલના પરિજનોએ પોલીસની કામગીરી નબળી હોવાનો આક્ષેપ કરતા ગાંધીનગર ગૃહવિભાગમાં પણ રજૂઆત કરી છે.

READ ALSO

Related posts

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

પગના દુખાવાથી કંટાળ્યાં છો, આ ઉપાયથી પીડા થઇ જશે છૂમંતર

Bansari