‘ઝીરો’ ફ્લોપ શું થઈ ગઈ… શાહરૂખના હાથમાંથી નીકળી ગઈ આ મોટી ફિલ્મો

શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો જ્યારથી ફ્લોપ થઈ છે. તેની પાસે કોઈ જ નવું કામ નથી આવ્યું. મોટા મોટા પ્રોડક્શન હાઉસ તેમની ફિલ્મ ઝીરોના બોકસ ઓફિસ પરિણામોની રાહ જોતા હતા અને ફિલ્મ ફ્લોપ થતા જ શાહરૂખ ખાનની સાથે પ્લાન કરાયેલા બધા પ્રોડક્ટસને સાઈડમાં મુકી દીધા છે.

રાકેશ શર્માની જે બાયોપિકમાં તે કામ કરી રહ્યો હતો તે તેના હાથમાંથી નીકળી ગઈ છે. સૂત્રોની માનીએ તો શાહરૂખ હવે અમિતાભ બચ્ચનના માર્ગ પર ચાલવાની તૈયારી કરી રહ્યો છે. શાહરૂખ ખાનને લઈને ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીના ઘણાં દિગ્ગજોની એક ધમાકેદાર શો બનાવવાને લઈને ચર્ચા ચાલી રહી છે.

તે ઉપરાંત શાહરૂખ ખાન પોતાને ચરિત્ર ભૂમિકા માટે પણ માનસિક રીતે તૈયાર કરી રહ્યો છે. શાહરૂખ, સલમાન અને આમિર ખાન પછી આવનારી પેઢીમાંથી રણવીર સિંહ, રણવીર કપૂર, આયુષ્માન ખુરાનાએ હિન્દી સિનેમાની પહેલી ત્રણ જગ્યા પર કબ્જો જમાવી લીધો છે.

શાહરૂખ હવે આ ત્રણ કલાકારોમાંથી કોઈ એકની સાથે પ્રોજેક્ટની શરૂઆત કરવાની તૈયારીમાં છે. જેમાં તેઓ મેન લીડ છોડીને બીજી કોઈ દમદાર ભૂમિકામાં જોવા મળશે. આ ત્રણ નવા કલાકારોની લિસ્ટમાં આયુષ્માન ખુરાના જ એક એવો એકટર છે જેની પાસે 100 કરોડની ફિલ્મ બનાવી ચૂકેલા ડાયરેકટરની પાસે શાહરૂખનો આવી કોઈ ફિલ્મ કરવાનો સંદેશ આવ્યો છે.

ખબરોની માનીએ તો આના સિવાય શાહરૂખે ફરહાન અખ્તર સાથે ‘ડોન-3’ માટે હાથ મિલાવ્યો હતો. શાહરૂખની ‘ડોન’ ફેન્ચાઈઝી તેમની હિટ ફિલ્મોમાંથી એક છે. જલ્દી જ ફરહાન અને શાહરૂખ આ પ્રોજેકટ શરૂ કરી શકે છે. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter