GSTV

Fastag બાદ આવી ગયુ ફાસ્ટલેન, હવે પેટ્રોલ પંપ પર ચૂકવણી કરવી બનશે સરળ

નેશનલ હાઈવે પર ટોલ કલેક્શન માટે લાગૂ થયેલી કેશલેસ યોજના ફાસ્ટેગ બાદ હવે પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે પણ આવી વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. ફાસ્ટલેન એપ દ્વારા હવે પેટ્રોલ પંપ પર ફ્યૂઅલ ભરાવ્યા બાદ ચૂકવણી કરવા માટે રોકાવું પડશે નહી. બધી જ ચૂકવણી ફક્ત એક એપ્લિકેશન દ્વારા થઈ જશે.

આ શહેરોમાં શરૂ થઈ વ્યવસ્થા

હાલમાં, મુંબઇ, નવી મુંબઈ, થાણે અને પુણેના સિલેક્ટેડ હિન્દુસ્તાન પેટ્રોલિયમ પમ્પ પર આ વ્યવસ્થા શરૂ થઈ છે. મુંબઇ સ્થિત સ્ટાર્ટઅપ કંપની એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજી લિમિટેડે આ એપ અને સુવિધા વિકસિત કરી છે.

આ રીતે કામ કરશે

દરેક ફાસ્ટલેન યુઝરને એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા પછી આરએફઆઈડી ટેગ / સ્ટીકર આપવામાં આવશે, જે એપ્લિકેશન સાથે લિંક થશે. ફ્યુઅલ ભરાવતા પહેલા, યુઝર્સે એપ્લિકેશનમાં ફ્યુઅલનો પ્રકાર આપવાનો રહેશે,પેટ્રોલ પમ્પ પર, એટેન્ડન્ટને સ્ટીકર પરથી વાહનનો રજિસ્ટર્ડ નંબર, ઓઇલ પ્રકાર અને બિલિંગ વિશેની માહિતી મળશે. ફ્યુઅલ ભરાવ્યા પછી, યુઝરનાં મોબાઇલ પર એક નોટિફિકેશન આવશે, કે તેનું ફ્યુઅલ ભરાઈ ગયુ છે, અને હવે તે જઈ શકે છે.

ચુકવણી પ્રિપેઇડ કરવામાં આવશે

આ તમામ ચુકવણી પ્રિપેઇડ કરવામાં આવશે. હાલમાં, આ સિસ્ટમ 120 પેટ્રોલ પમ્પ પર શરૂ થઈ છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું છે કે, આ સુવિધા આવતા બે મહિનામાં દેશના 10 મોટા શહેરોમાં એચપીસીએલ પેટ્રોલ પમ્પ પર શરૂ કરવામાં આવશે. હાલમાં દેશના ચાર શહેરોમાં 90 હજાર લોકો આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યાં છે. આ એપ્લિકેશનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પણ રિયલ ટાઈમમાં દરરોજ અપડેટ કરવામાં આવશે.

સરકાર આ ફાસ્ટેગનો ઉપયોગ કરવા જઈ રહી છે

હવે તમારે પાર્કિંગ, પેટ્રોલ અથવા ડીઝલ ખરીદવા માટે રોકડ, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ કાઢવાનું રહેશે નહીં. તેના કરતાં, તમારી કાર પર લગાવાયેલું Fastag જ આ કાર્ય કરશે. સરકારના પ્રયાસ છે કે ‘વન નેશન વન ફાસ્ટાગ’ યોજના હેઠળ ફાસ્ટાગનો ઉપયોગ દેશના તમામ હાઇવે અને એક્સપ્રેસ વે પર થઈ શકે છે.

આરબીઆઈએ જાહેરનામું બહાર પાડ્યું

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફાસ્ટાગ દ્વારા પેટ્રોલ અને ડીઝલની પાર્કિંગ અને ખરીદીની ચુકવણીને મંજૂરી આપી દીધી છે. તેમજ આરબીઆઈએ આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, તમામ કાર્ડ્સ, યુપીઆઈ, નોન-બેંકિંગ પ્રિપેઇડ ચુકવણી સાધનો નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (એનઈટીસી) સાથે જોડવામાં આવશે. આઈડીએફસી બેંક દેશની એવી પહેલી સંસ્થા છે, જેને ફાસ્ટાગ દ્વારા પેટ્રોલ પમ્પ પર ફ્યુઅલ ભરવાની આરબીઆઈ પાસેથી મંજૂરી મળી છે.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!