GSTV
Home » News » ગુજરાત બાદ દિલ્હી અને ઉત્તરાખંડની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા નોંધાઈ

ગુજરાત બાદ દિલ્હી અને ઉત્તરાખંડની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા નોંધાઈ

દિલ્હીમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5 માપવામાં આવી છે. જોકે, હજી સુધી કોઈ પણ જાનહાનિ કે નુકસાનીનાં અહેવાલ આવ્યા નથી. દિલ્હી સિવાય ઉત્તરાખંડમાં પણ ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા.

ભૂકંપનાં ઝટકા અનુભવાયા બાદ લોકો ડરી ગયા હતા. લોકો ઓફિસ અને ઘરોની બહાર દોડીને આવી ગયા હતા. જોકે, આ ભૂકંપને કારણે હજી સુધી કોઈ જાનહાનિ કે નુકસાનીનાં સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપનાં ઝટકા સાંજે સાત વાગીને 1 મિનિટ પર અનુભવાયા હતા.

જાણકારી મુજબ, ભારત-નેપાળ સીમા પર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છેકે, સોમવારે ગુજરાતમાં પણ ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા. યૂનાઈટેડ સ્ટેટ ભૂસ્તરશાસ્ત્ર સર્વે મુજબ ભૂકંપનું એપિસેન્ટર નેપાળનાં ખતપાડ નેશનલ પાર્કની નજીક હતુ.

અમેરિકન એજન્સી મુજબ, ભૂકંપનું એપિસેન્ટર જમીનની 1.3 કિલોમીટર નીચે હતુ. 2015માં નેપાળમાં ભૂકંપને કારણે મોટી સંખ્યામાં તબાહી મચી હતી. આ ભૂકંપને કારણે હજારો લોકોનાં મોત થયા હતા. નેપાળને આ ભૂકંપમાં મોટી તબાહી ભોગવવી પડી હતી.

READ ALSO

Related posts

દિલ્હીના શાહીનબાગમાં CAAનો નહી, PM નરેન્દ્ર મોદીનો થઈ રહ્યો છે વિરોધ

Mansi Patel

CAA બાદ NPR પ્રક્રિયા પર રોક લગાવવાની સુપ્રિમ કોર્ટની મનાઈ, કેન્દ્રને મોકલી નોટિસ

Mansi Patel

પાકિસ્તાનની સબમરિન એક પળનો સમય ગુમાવ્યો વિના ઉભી પૂંછડીએ હતી ભાગી, ભારતને ડરાવવાનો હતો પ્રયાસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!