દિશા વાકાણી પછી આ અભિનેત્રી પણ છોડી રહી છે ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’, આપ્યું આ કારણ

છેલ્લાં કેટલાક દિવસોથી ટેલિવિઝન સીરિયલ ‘તારક મહેતાની ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે ખૂબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે. સીરીયલમાં દયાબેનની ભૂમિકા નિભાવનાર દિશા વાકાણીએ શો છોડી દીધો છે. હવે સમાચાર છે કે આ સીરિયલની પ્રસિદ્ધ અભિનેત્રીએ શો છોડી દીધો છે.
‘તારક મહેતાના ઉલટા ચશ્માં’ માં ભીડે માસ્તરની પુત્રી સોનુની ભૂમિકા નિધિ ભાનુશાળી ભજવી રહી છે તે નિધિ ભાનુશાળી શો છોડીને જાય છે. સ્પોટબોયના એક અહેવાલ અનુસાર નિધિ ભાનુશાળી અભ્યાસને લીધે શો છોડી રહી છે.

મિઠીબાઇ કૉલેજમાં ગ્રેજ્યુએટનો અભ્યાસ કરી રહી છે

નિધિ ભાનુશાળી મુંબઈની મિઠીબાઇ કૉલેજમાં ગ્રેજ્યુએટનો અભ્યાસ કરી રહી છે. નિધિ ભાનુશાળી અભ્યાસમાં હોશિયાર છે. તે સેટ પર અભ્યાસ કરતી જોવા મળે છે. નિધિ ભાનુશાળી તેનો પૂરો સમય અભ્યાસમાં આપવા માંગે છે. આ ખબર પછી સીરીયલના નિર્માતા નિધિ ભાનુશાળીને રિલેક્સ આપવાના મૂડમાં છે. નિર્માતાની ઈચ્છા છે કે નિધિ ભાનુશાળી શૂટીંગમાં સમય ઓછો આપે અને અભ્યાસમાં ફોકસ વધારે કરે.

નિર્માતા હવે એક્ઝિટ એપિસોડ માટે તૈયારી કરી રહ્યા છે

અહેવાલો અનુસાર હવે નિધિ ભાનુશાળી તેમના નિર્ણય પર નિર્ભર છે. આ પછી નિર્માતા હવે એક્ઝિટ એપિસોડ માટે તૈયારી કરી રહ્યા છે, જેથી નિધિ ભાનુશાળીની ભૂમિકાને શો માંથી વિદાય કરી શકે. સીરિયલમાં નિધિએ તેની ભૂમિકા ખુબ જ સારી રીતે નિભાવી છે. તેમની માસુમિયત દર્શકોને ખુબ જ ગમતી હતી. આ સીરિયલમાં સોનુની ભુમિકા નિધિ ભાનુશાળી પહેલાં ઝીલ મહેતા નિભાવતી હતી. ઝીલ મહેતાએ આ સીરિયલમાં 6 વર્ષ સુધી કામ કર્યું છે. કેટલાક કારણોસર તેમણે સીરિયલ માં ભૂમિકા છોડવી પડી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter