GSTV
Home » News » ડિનર નાઇટ બાદ ઋષભ પંતે સાક્ષી પર લગાવ્યો આવો આરોપ, ધોનીને આવી શકે છે ગુસ્સો

ડિનર નાઇટ બાદ ઋષભ પંતે સાક્ષી પર લગાવ્યો આવો આરોપ, ધોનીને આવી શકે છે ગુસ્સો

dhoni wife

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની સીરીઝ રમાઇ રહી છે. સીરીઝની ત્રીજી મેચ 8 માર્ચના રોજ રાંચીના જેએસસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 6 માર્ચે ભારતીય ક્રિકેટ ટીમ રાંચી પહોંચી અને રાતે ડિનર માટે મહેન્દ્ર સિંહ ધોનીએ તમામ ખેલાડીઓને આમંત્રિત કર્યા. આ ડિનર નાઇટની ખૂબ ચર્ચા થઇ રહી છે.

વિરાટ કોહલીથી લઇને ટીમ ઇન્ડિયાના સપોર્ટીંગ સ્ટાફને પણ ડિનર માટે આમંત્રિત કરવામાં આવ્યાં હતા. સૌકોઇએ સોશિયલ મીડિયાના માધ્યમથી ધોની અને સાક્ષીનો આ ડિનર નાઇટ માટે આભાર વ્યક્ત કર્યો.

આ બધા વચ્ચે ઋષભ પંતે અનોખા અંદાજમાં સાક્ષી અને ધોનીનો આભાર માન્યો. પંતે લખ્યું કે, ભાભીજી અમારા ફિટનેસ લેવલને બરબાદ કરી રહી છે. સાંજે બધાએ ખૂબ મજા કરી. અમને હોસ્ટ કરવા માટે મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી ધોનીનો આભાર.

ઋષભ પંત ઉપરાંત વિરાટ કોહલી અને મોહમ્મદ શમીએ પણ સાક્ષી અને ધોનીનો આભાર માન્યો હતો.

જણાવી દઇએ કે ઑસ્ટ્રેલિયા સામે ત્રીજી વન ડે મેચ રમાવા રાંચીમાં પહોંચેલી ભારતીય ટીમનું જોરદાર સ્વાગત થઇ રહ્યું છે. શુક્રવારનાં થનારી મેચ પહેલા લૉકલ બૉય માહીએ બુધવારનાં સિમલિયા સ્થિત પોતાના ફાર્મ હાઉસમાં સંપૂર્ણ ટીમ માટે પાર્ટી રાખી હતી.

સંપૂર્ણ ટીમ હૉટલથી એક બસમાં ધોનીનાં ઘરે પહોંચી હતી. મોડી રાત સુધી ખેલાડીઓએ મોજ-મસ્તી કરી હતી. ભોજનમાં અનેક વ્યંજન હતા, પરંતુ મોટાભાગનાં ખેલાડીઓએ બિહારનાં પારંપરિક વ્યંજન ‘લિટ્ટી ચોખા’નો સ્વાદ માણ્યો હતો.

ડિનરની તસવીરો જોઇને જ તમે અંદાજ લગાવ્યો હશે કે ટીમે કેટલી મસ્તી કરી હશે. ભારત હાલ સીરીઝમાં 2-0થી આગળ છે. ધોનીના હોમ ગ્રાઉન્ડ પર ટીમ જીત નોંધાવે તો સીરીઝમાં 3-0થી અજેય લીડ મેળવી શકે છે.

Read Also

Related posts

કોઇના દબાણમાં આવીને મસૂદ અઝહર પર એક્શન નહી લઇએ : આતંકવાદ પર કાર્યવાહી કરવા પર પાકિસ્તાનનો સ્પષ્ટ ઇનકાર

Bansari

Facebookથી ફરી એકવાર થઇ આટલી મોટી ભૂલ, લાખો Instagram યુઝર્સના પાસવર્ડ જાહેર કરી નાંખ્યા

Bansari

આ શું? જાહેરમાં જ સોમન કપૂરનો પતિ પગમાં પડીને શું કરી રહ્યો છે!

Alpesh karena