હાલ થિયેટરોમાં ફક્ત એક જ ફિલ્મની બોલબાલા છે, અને તે છે કાર્તિક આર્યનની ભૂલ ભૂલૈયા ટુ. લોકોને આ ફિલ્મ એટલી પસંદ આવી રહી છે કે, અન્ય ફિલ્મ જોવામાં દર્શકો રસ નથી દાખવી રહ્યા.
આયુષ્માન ખુરાની ફિલ્મ અનેક રિલીઝ થઇ ત્યારે લોકોને ઉત્સાહ અને આશા બન્ને હતો. પરંતુ અફસોસ કે ધાકડની માફક આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ નીવડી રહી છે.

આયુષ્માન ખુરાના અને એન્ડ્રિયા કેવીચુસા સ્ટારર ફિલ્મ અનેકના ઓપનિંગ ડેના દિવસે ખરાબ હાલ જોવા મળ્યા હતા. અનેક બોક્સ ઓફિસ પર પીટાઇ રહેલી જોવા મળી રહી છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાની રિપોર્ટના અનુસાર, ફિલ્મે પહેલા દિવસે ફ્કત ૧.૭૫ કરોડ રૂપિયાનો વેપલો કરી શકી છે. જ્યારે આ પહેલા આયુષ્માનની ફિલ્મ ચંદીગઢ કરે આશિકીનું ઓપનિંગ ડે પર ૩ કરોડ રૂપિયાનું કલેકશન કર્યું હતું.
જોકે બોક્સ ઓફિસના આંકડાની ધાકડ અને અનેકની સરખામણ કરીએ તો અનેક મેદાન મારી ગઇ છે. પરંતુ ભૂલબૂલૈયાની સામે બહુ ખરાબ રીતેપીટાઇ ગઇ છે.

અનેક ફિલ્મ ન ચાલવાનું કારણ ફિલ્મની વાર્તા કહેવાઇ રહી છે. ફિલ્મની સ્ટોરી નોર્થ ઇસ્ટ ઇન્ડિયાના અલગાવવાદ પર આધારિત છે. ફિલ્મના દિગ્દર્શક અનુભવ સિંહાએ નોર્થ ઇસ્ટ ઇન્ડિયાના લોકોનીસમસ્યાઓને રૂપેરી પડદે ઉતારવાના ભરપુર પ્રયાસ કર્યા છે. પરંતુ ફિલ્મની વાર્તા વચ્ચે વચ્ચે લોકોને મૂંઝવણનો અનુભવ કરાવી રહી છે. જોકે ઓપનિંગ ડેના દિવસે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ દેખાડી શકી નથી. પરંતુ વીકેએન્ડમાં તેની દશા કેવી છે તે સમય જ દાખવશે.
Read Also
- રસપ્રદ કિસ્સો/ સમોસાનું વજન 8 ગ્રામથી ઓછું નીકળતા દુકાનને કરાઈ સીલ, દુકાનદાર પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ
- રિયાલીટી ચેક / અમદાવાદની મોટા ભાગની સ્કૂલ કૉલેજની બાજુમાં તંબાકુ સિગારેટનાં ગલ્લા, નિયમોના ધજાગરા
- સેવિંગ સ્કીમ/સુરક્ષિત રોકાણ સાથે સારા ભવિષ્યની ગેરંટી વાળી સ્કીમ, આજે જ ખોલાવો ખાતું
- અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું
- કામની વાત/ પોસ્ટ ઓફિસના ખાતાધારકોને મળી રહી છે આ મોટી સુવિધા, જાણશો તો થઇ જશો ખુશ