GSTV

આ શહેરમાં પણ કોરોના વાયરસની દસ્તક, એક સપ્તાહ પહેલા ચીનથી પરત ફરેલો યુવક અસરગ્રસ્ત

Last Updated on January 28, 2020 by Bansari

મુંબઈ, દિલ્હી અને બિહાર બાદ હવે  ચંદીગઢમાં પણ  કોરોના વાયરસનો શંકાસ્પદ મામલો સામે આવ્યો છે અને દર્દીને પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ અને રિસર્ચ સંસ્થામાં ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલો દર્દી એક સપ્તાહ પહેલા જ ચીનથી પરત ફર્યો છે.

સોમવારે તેણે માથામાં દુખાવો અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ કરી હતી.જે બાદ તેને પીજીઆઈ   ખસેડાયો છે. બીજીતરફ સીએમએ મોહાલી એરપોર્ટ પર ચીનથી આવનારા તમામ પ્રવાસીઓના તપાસનો આદેશ આપ્યો છે.

દાખલ કરાયેલા દર્દીની સ્પેશિયલ વોર્ડમાં તપાસ કરવામાં આવી રહી છે. હાલ દર્દીની તબિયત સામાન્ય છે અને તે વેન્ટિલેટર પર પણ નથી. જોકે મામલાની ગંભીરતાને જોતા તબીબો સતર્ક છે.

Read Also

Related posts

UIDAI Update News: બાલ આધાર કાર્ડ બનાવવા માટે નિયમોમાં થયો ફેરફાર, જાણો કેવી રીતે કરવી અરજી?

Tryambak Chattopadhyay

કોરોનામાં ગુમાવ્યો પિતાનો પડછાયો, લાખો ખર્ચ કરીને બનાવી એવી પ્રતિમા કે નથી થતી પિતાની કમી મહેસુસ

Zainul Ansari

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!