GSTV
Home » News » રાહુલ ગાંધીને આ 3 દોસ્તોએ દગો આપ્યો તો નહીં બની શકે પ્રધાનમંત્રી, આ છે મોટા કારણો

રાહુલ ગાંધીને આ 3 દોસ્તોએ દગો આપ્યો તો નહીં બની શકે પ્રધાનમંત્રી, આ છે મોટા કારણો

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પક્ષને હરાવ્યા પછી, હવે લાગી રહ્યું છે કે છે કે મહા ગઠબંધનમાં કૉંગ્રેસનું ખાસ ઉપજતું નથી. સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પાર્ટી સહિતના અન્ય પક્ષોએ 2019ની ચૂંટણીમાં ભાજપ સામે યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સ્વીકારવાની ના પાડી દીધી છે. બસપા અને સપાએ તો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની પણ ના પાડી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અંગેનો ખુલાસો માયાવતીના જન્મદિવસે થશે. સપા અને બસપા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની એન્ટ્રી નથી ઇચ્છતા.

ડીએમકેએ રાહુલ ગાંધીને જાહેર કર્યો છે ટેકો

ડીએમકેના અધ્યક્ષ એમ કે સ્ટાલિને ચેન્નઈના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે “હું વર્ષ 2018માં એમ. કરૂણાનિધિની મૂર્તિના અનાવરણના અવસર પર દરખાસ્ત કરું છું કે અમે દિલ્લીમાં નવા વડાપ્રધાન બનાવશું. અમે નવું ભારત બનાવીશું. હું તમિલનાડુ તરફથી રાહુલગાંધીની ઉમેદવારીને ટેકો આપું છું સ્ટાલિનએ એમ પણ કહ્યું હતું કે, “તેમનું પ્રસ્તાવ એ ડીએમકેની એ જ પરંપરાનો ભાગ છે કે જ્યારે તેમના પિતા એમ કરુણાનિધિએ નેતૃત્વનો હવાલો સંભાળવા માટે ઈન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીને ટેકો આપ્યો હતો.

સપા અને બસપા ગઠબંધન કરવા પણ રાજી નથી

બીજી તરફ, સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે સ્ટાલિનના નિવેદનમાં જણાવ્યું હતું કે એવું જરૂરી નથી કે મહાગઠબંધન પ્રત્યે દરેકનો અભિપ્રાય સમાન હોય. બીજી બાજુ મીડિયા રિપોર્ટ અનુસાર બહુજન સમાજ પક્ષના અધ્યક્ષ માયાવતીના જન્મદિવસ પર સપા, બસપા અને રાષ્ટ્રીય લોકદળના ગઠબંધન જાહેરાત કરવામાં આવશે, જેમાં કોંગ્રેસને સ્થાન મળશે નહીં.

રાયબરેલી અને અમેઠીમાં નહીં ઉતારે ઉમેદવારો

સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ લગભગ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસને ગઠબંધનમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો છે. બન્ને પક્ષોએ બેઠકોની વહેંચણી માટેની યોજના બનાવી લીધી છે અને 15 મી જાન્યુઆરીએ બસપા અધ્યક્ષ માયાવતીના જન્મદિવસ પર જાહેર કરવામાં આવશે. સૂત્રો અનુસાર, લોકસભાની ચૂંટણી પછી કોંગ્રેસ સાથે જવાનો માર્ગ ખુલ્લો છે જેથી સપા, બસપા અને રાલોડનું આ ગઠબંધન ઉત્તર પ્રદેશના રાયબરેલી અને અમેઠીમાં ઉમેદવારોને ઊતારશે નહી.

મમતાની પાર્ટીએ પણ ચૂંટણી પહેલાં ગઠબંધનની શક્યતા નકારી

તે જ સમયે, વરિષ્ઠ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પ્રધાન સુબ્રત મુખર્જીએ કોંગ્રેસ સાથેની ચૂંટણી પહેલાના ગઠબંધનની કોઈ પણ શક્યતાને નકારી કાઢી હતી, જો કે તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણી પછી પક્ષ સાથે ગઠબંધન માટે રસ્તા ખુલ્લાં છે. તે જ સમયે સ્ટાલિનના નિવેદન પછી, વામદળોએ પણ ભૂતપૂર્વ વડા પ્રધાનના ચહેરા જાહેર કરવાનું બિનજરૂરી બતાવ્યું છે. માકપાના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું હતું કે, તમામ વિપક્ષી પક્ષોની એકતા લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહાર કાઢવા માટે જરૂરી છે. યેચુરીએ કહ્યું હતું કે,ચૂંટણી પહેલાં પ્રધાનમંત્રીના ચહેરાની જાહેરાત કરવાની આવશ્યકતા નથી.

વિરોધ પક્ષની સરકાર બનશે તો પીએમ માટે ઉમેદવારની પસંદગી કરશે

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ પણ કહ્યું છે કે કોંગ્રેસે સ્પષ્ટપણે કહ્યું છે કે જો લોકસભાની ચૂંટણીઓ પછી વિરોધ પક્ષની સરકાર બનશે તો વિરોધ પક્ષો વડા પ્રધાન માટે ઉમેદવારની પસંદગી કરશે, તેથી આ બાબતે ચર્ચા કરવાની જરૂર નથી. હકીકત એ છે કે સપા અને બસપાએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસને ટેકો આપ્યો છે. જોકે યુપીના ગઠબંધનમાં એક સાથે ચૂંટણી લડવા માટે તેઓ તૈયાર નથી.

Related posts

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 69માં જન્મદિવસ નિમિત્તે, 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક બનાવાઈ

Dharika Jansari

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં, નર્મદાના નવા નીરના કરશે વધામણા

Mayur

સાઉદીમાં થયેલા ડ્રોન હુમલા બાદ ક્રૂડના ભાવમાં ભડકો, લોકોના ખિસ્સા થશે હળવા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!