GSTV
Home » News » યૂપીમાં આ ગણિત મંડાયું તો ભાજપનાં થશે સૂપડાંસાફ: માત્ર 5 બેઠકો મળશે, સપાને થશે સૌથી વધુ ફાયદો

યૂપીમાં આ ગણિત મંડાયું તો ભાજપનાં થશે સૂપડાંસાફ: માત્ર 5 બેઠકો મળશે, સપાને થશે સૌથી વધુ ફાયદો

ઉત્તર પ્રદેશમાં બદલાતી રાજનીતિએ નેતાઓની ઉંઘ હરામ કરી છે. વર્તમાન રાજકીય સ્થિતિ વચ્ચે ખાનગી ચેનલના સર્વેમાં ચોંકાવનારા પરીણામો સામે આવ્યા છે. સર્વે મુજબ યુપીમાં ત્રિકોણીય જંગ થવાની શક્યતા છે. ત્રિકોણીય હરિફાઈમાં એક તરફ સપા-બસપા અને આરએલડીનું ગઠબંધન છે તો બીજી તરફ ભાજપ અને અપનાં દળની યુક્તી છે. જો કે ત્રીજી બાજુ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી જંગ લડી રહી છે.

આવી સ્થિતિમાં કોંગ્રેસને એકલા હાથે 12 ટકા મતો મળવાનું અનુમાન છે. જ્યારે મહાગઠબંધનને 46 ટકા વોટ મળવાની શક્યતા સેવાઈ રહી છે. ભાજપ ગઠબંધનને 7.3 ટકાનાં નુકસાન સાથે 36 ટકા વોટ મળવાનો અંદાજ છે. આ સર્વે 28 ડિસેમ્બર 2018 થી 8 જાન્યુઆરી 2019 વચ્ચે કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન 20 લોકસભા વિસ્તારોમાંથી 2478 સેમ્પલ એક્ઠા કરવામાં આવ્યા હતા.

બેઠકોની વાત કરવામાં આવે તો ભાજપ ગઠબંધનને 55 સીટોનું નુકસાન થશે. ભાજપને માત્ર 18 સીટો મળવાની શક્યતા છે. જો કે ભાજપ ગઠબંધનને 58 બેઠક મળી શકે છે. ભાજપને 55 સીટોનું નુકસાન મતલબ કે સપા-બસપા-રાલોદ યુતિને 53 સીટનો ફાયદો થઈ શકે છે. કોંગ્રેસનો પોતાનાં દમ પર માત્ર 4 બેઠક મળવાની શક્યતા છે. જે 2014નાં મુકાબલે 2 સીટ વધુ મળશે. મતલબ કે કોંગ્રેસને 100 ટકા ફાયદો થશે તેવું સર્વે કહે છે. મહત્વનું છે કે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવ્યા પહેલાનો આ સર્વે છે. હવે જ્યારે જ્યોતિરાદિત્ય સિંધીયા અને પ્રિયંકા ગાંધીને અનુક્રમે પશ્ચિમી અને પૂર્વીય યુપીનાં પ્રભારી બનાવાયા છે. તેથી કોંગ્રેસની બેઠકોનો આંક આવનારા દિવસોમાં વધશે.

સર્વેમાં એમ પણ જાણવા મળ્યું છે કે યુપીમાં સપા-બસપા-રાલોદ અને કોંગ્રેસ બધા સાથે મળીને ટીમ મોદી વિરૂદ્ધ ચૂંટણી લડે તો ભાજપ માત્ર પાંચ બેઠકો પર સંકેલાઈ જાય અને મહાગઠબંધનને ફાળે 75 બેઠકો આવે મળે. સર્વેમાં એક એવી સ્થિતી બતાવવામાં આવી છે કો જો રાજયમાં દરેક પક્ષ સ્વતંત્ર રીતે એકલા હાથે ચૂંટણી લડે અને કોઈ ગઠબંધન ન હોય તો શું પરિણામ જોવા મળે? આવી સ્થિતીમાં ભાજપને 35 ટકા મતો મળવાની શક્યતા છે.

જે 2014ની સરખામણીએ 7.3 ટકા ઓછા મતો છે. કોંગ્રેસને 12.5 ટકા વોટ મળવાની શક્યતા છે. જે ગત વખત કરતા 4.5 ટકા વધુ છે. સપાને 1.8 ટકાની બઢતી સાથે કુલ 24 ટકા મત મળવાની શક્યતા દેખાય છે. જ્યારે બીજી તરફ બસપાને 21 ટકા વોટ મળવાના અણસાર છે. જે 2014નાં મુકાબલે 1.4 ટકા વધુ છે. એટલે કે ભાજપની ઘટેલી મતોની ટકાવારી કોંગ્રેસ,સપા અને બસપામાં વહેંચાતી જોવા મળશે.

બેઠકો પ્રમાણે જોઈએ તો ભાજપ 14 સીટોનાં નુકસાન સાથે ભાજપ 57 બેઠક પર સંકેલાઈ જશે. અપના દલ 2014ની જેમ જ 2 સીટ પર જીતશે. કોંગ્રેસને બે બેઠકોની બઢતી સાથે 4 સીટ પર જીત નોંધાવશે. આરએલડી 2014ની જેમ એક પણ બેઠક નહિં મળે. જો કે સપાને સૌથી વધુ ફાયદો થશે. 11 બેઠકોનાં વધારા સાથે કુલ 16 બેઠકો સપાનાં ખાતામાં આવશે. જ્યારે માયાવતીની બસપાને એક બેઠક મળવાનું સર્વેમાં જણાંવાયું છે.

Related posts

ઝાકીર મૂસા બાદ આતંકનું નવું સરનામું બનેલા હામિદ લોનનું ઈન્ડિયન આર્મીએ ઢીમ ઢાળી દીધું

Mayur

કેનેડામાં ‘સિંહ બનાવશે કિંગ’, જગમીત સિંહના હાથમાં છે સત્તાની ચાવી

NIsha Patel

ભારતમાં આતંકી ગતિવિધિઓ વધારવા માટે પાકિસ્તાને આ સંગઠનો સાથે મિલાવ્યા હાથ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!