GSTV
Home » News » સીએમ રૂપાણીના મહેસૂલ વિભાગ અંગેના નિવેદન બાદ રાજ્યભરમાં વિરોધ

સીએમ રૂપાણીના મહેસૂલ વિભાગ અંગેના નિવેદન બાદ રાજ્યભરમાં વિરોધ

સીએમ વિજય રૂપાણીએ મહેસૂલ વિભાગ અંગે આપેલા નિવેદન બાદ રાજ્ય ભરમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ડીસામાં મહેસૂલી વિભાગના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરી સીએમ વિજય રૂપાણીનો વિરોધ કર્યો હતો. ડીસા સુરેન્દ્રનગરના સાયલામાં પણ મહેસૂલ વિભાગના કાર્મચારીઓએ દેખાવો કર્યો.

કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી સીએમ રૂપાણીના નિવેદનનો આકરા શબ્દોમાં વિરોધ કર્યો છે. ત્યારે અમદાવાદના બાવળામાં પણ મહેસૂલ વિભાગના કર્મચારીઓએ કાળીપટ્ટી બાંધીને પોતાનો રોષ ઠાલવ્યો. મહેસુલ વિભાગના કર્મચારીઓએ ફરજના સમગ્ર સમય દરમ્યાન કાળીપટ્ટી ધારણ કરી રાખી હતી. સીએમ રૂપાણીએ ગત્ત દિવસે કહ્યુ હતુ કે, રાજ્યમાં પોલીસ અને મહેસૂલ ખાતુ સૌથી ભ્રષ્ટ છે. જે બાદ સીએમ રૂપાણીના નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Read Also

Related posts

ડે. સીએમની ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત બાદ કોંગ્રેસે રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર

Mansi Patel

રાજકોટમાં નશામાં ધૂત બે દારૂડિયાએ મચાવ્યો આતંક, નશામાં વેપારીનાં ઝીંક્યા છરીનાં ઘા

Mansi Patel

વટવાના મોબાઈલની દુકાનમા થયેલી ચોરી મામલો, પોલીસે ગણતરીના કલાકોમા આરોપીઓને ઝડપી પાડ્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!