GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

સાવધાન! જો તમારા ફોનમાં આ બે એપ્લિકેશન હોય તો તરત જ ડિલિટ કરો, નહિંતર ફોનને થશે નુકશાન

ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી સૌથી વધુ લોકપ્રિય બે એપ્લિકેશનને દૂર કરી છે. ગૂગલ કહે છે કે આ એપ્સમાં તેને દૂષિત કોડ મળ્યો છે, જે એડવેરની જેમ કામ કરતો હતો. ગૂગલે તમામ વપરાશકર્તાઓને સલાહ આપી છે કે, આ બંને એપ્લિકેશંસને વહેલી તકે દૂર કરવા જણાવ્યું છે.Sun Pro Beauty Camera અને Funny Sweet Selfie Cameraઆ બંને એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર એકદમ પ્રખ્યાત છે, અને આ એપ્સને 1.5 મિલિયન લોકોએ ડાઉનલોડ કરી છે. ગૂગલ કહે છે કે આ બંને એપ્સ પોપ-અપ જાહેરાતો દ્વારા પૈસા કમાતી હતી.

ત્યારે આ જાહેરાતો બેકગ્રાઉન્ડમાં ચાલતા હતા અને વપરાશકર્તાને સમસ્યા થતી હતી અને સાથે સાથે જ ફોનની બેટરી પણ ઝડપથી ડાઉન થઈ હતી. ગૂગલે તમામ વપરાશકર્તાઓને તેમના એપ્લિકેશન્સને તેમના સ્માર્ટફોનમાંથી અન-ઇન્સ્ટોલ કરવા કહ્યું છે. મોબાઇલ સિક્યુરિટી ફર્મ વંદેરાએ દાવો કર્યો છે કે બંને એપ્લિકેશનોમાં અનિચ્છનીય એડ ઉપરાંત ઘણાં બગ પણ હતા.

બંને એપ્લિકેશનોએ અન્ય પરવાનગીની જેમ ઓડિયો રેકોર્ડિંગ માટેની પરવાનગી પણ માંગી હતી. જો કે, આ પહેલીવાર નથી થયું જ્યારે બગને લીધે ગૂગલે એપ્લિકેશન્સ કાઢી નાખી હતી. તાજેતરમાં ગૂગલની ખૂબ જ લોકપ્રિય એપ્લિકેશન કેમસ્કેનરને પણ તેના પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવી હતી. જો કે, કેમેસ્કેનરે ઝડપથી સમસ્યાને ઠીક કરી અને ગૂગલ સ્ટોર ફરીથી પ્રકાશિત કરી.

ઉલ્લેખનીય છે કે ગૂગલે વિકાસકર્તાઓ માટેના નિયમો પણ કડક કર્યા છે. ગૂગલના નવા નિયમો અનુસાર, નવી એન્ડ્રોઇડ એપ્લિકેશન્સને મંજૂરી મેળવવા માટે ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લાગશે. હવે વિકાસકર્તાઓ એપ્લિકેશનને મંજૂરી માટે કોઈ નિયત મર્યાદા સાથે, પહેલાની જેમ Android એપ્લિકેશનને સીધા પ્રકાશિત કરી શકશે નહીં.

READ ALSO

Related posts

કોરોના વાયરસની જંગ જીત્યો ભારતનો આ શતકધારી ક્રિકેટર, રમી શકશે IPL

Mansi Patel

બારડોલી : મિઢોળા નદીના પાણી નિચાણવાળા વિસ્તારોમાં પ્રવેશ્યા, લોકોએ માલસામાન સુરક્ષિત જગ્યાએ ખસેડ્યો

Nilesh Jethva

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: માર્ચમાં BS IV વાહન ખરીદનારા લોકોને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!