GSTV

ગર્લફેન્ડ સાથે બ્રેકઅપ થયા બાદ છોકરીને હોટલમાં બોલાવી અને પછી જે કર્યું એ યોગ્ય નહોતું

દિલ્હીમાં એક 24 વર્ષનાં યુવકે આઠ વર્ષની મિત્રતા તોડી નાખવા બદલ તેની પ્રેમિકાને હોટલના રૂમમાં બોલાવી હથોડીથી ફટકારી હતી. પોલીસે આ સંદર્ભે સોમવારે 24 વર્ષનાં યુવકની ધરપકડ કરી લીધી છે. યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ડેપ્યુટી પોલીસ કમિશ્નર(સાઉથ-વેસ્ટ) દેવન્દર આર્યએ આ અંગે જણાવ્યું કે, “હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોને માલુમ પડ્યું હતું કે યુવતીને થયેલી ઈજા પડી જવાને કારણે નથી થઈ. આ માટે તેમણે યુવતી સાથે આવેલા યુવકને પોલીસ ન પહોંચે ત્યાં સુધી જવા દીધો ન હતો.

તપાસમાં માલુમ પડ્યું હતું કે યુવતીએ મિત્રતા ચાલુ રાખવાનો ઇન્કાર કર્યા બાદ યુવકે તેના પર હથોડીથી હુમલો કરી દીધો હતો.” યુવતી દિલ્હીના સરોજીની નગર ખાતે તેના પરિવાર સાથે રહે છે, તેમજ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. હુમલો કરનાર યુવક આરકે પુરમમમાં રહે છે. પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, “યુવક અને યુવતી વચ્ચે છેલ્લા આઠ વર્ષથી મિત્રતા હતી. યુવક ક્યાંક ઠરી ઠામ ન થતો હોવાથી ત્રણ મહિના પહેલા યુવતીએ તેની સાથે મિત્રતા તોડી નાખી હતી.”

ડીસીપીએ વધુમાં કહ્યું હતું કે, “રવિવારે યુવકે મહિપાલપુરની એક હોટલમાં યુવતીને બોલાવી હતી. યુવકે યુવતીને એવું કહીને બોલાવી હતી કે તેને મુંબઈ ખાતે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં કામ મળી ગયું છે, આથી તે મુંબઈ જતા પહેલા છેલ્લી વખત તેને મળવા માંગે છે. બંને હોટલમાં બે કલાક સુધી રોકાયા હતા. આ દરમિયાન યુવકે યુવતીને તેની સાથેના સંબંધો ચાલુ રાખવા માટે સમજાવી હતી.”

ડીસીપીએ વધુમાં કહ્યું કે, “બાદમાં યુવતી ત્યાંથી ચાલી ગઈ હતી, પરંતુ તેણી તેનું આધાર કાર્ડ હોટલ ખાતે ભૂલી ગઈ હતી. યુવતે તેને ડોક્યુમેન્ટ આપવાનું કહીને ફરીથી હોટલ ખાતે બોલાવી હતી. યુવતી હોટલ પર પહોંચતા યુવકે તેને ફરીથી તેની સાથે સંબંધ ચાલુ રાખવા માટે સમજાવી હતી. આ દરમિયાન યુવતીએ સ્પષ્ટ ના કહી દેતા યુવક ગુસ્સે ભરાયો હતો અને તેણી પર હથોડીથી હુમલો કરી દીધો હતો.”

યુવતી પર હથોડીથી છ જેટલા પ્રહાર કર્યા બાદ યુવકે તેને એવું માનીને છોડી દીધી હતી કે તેણીનું મોત થઈ ગયું છે. યુવકે એવું વિચાર્યું હતું કે તે આ ઘટનાને દુર્ઘટનામાં ખપાવી શકશે. પરંતુ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન યુવતી બચી ગઈ હતી અને તેનો ભાંડો ફૂટી ગયો હતો.

READ ALSO

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

BJPમાં ફફડાટ: સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે

Pravin Makwana

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!